Homeગામનાં ચોરેફરી આવ્યો કોરોના! Covid-19ના ખતરનાક સ્ટેનની ભારતમાં એન્ટી, આ રાજ્યમાં નોંધાયો પ્રથમ...

ફરી આવ્યો કોરોના! Covid-19ના ખતરનાક સ્ટેનની ભારતમાં એન્ટી, આ રાજ્યમાં નોંધાયો પ્રથમ કેસ

Team Chabuk-National Desk: કોરોના વાયરસે ફરી દેખા દિધા છે. કોવિડના નવા પ્રકારો સમગ્ર વિશ્વમાં ક્યાંકને ક્યાંક જોવા મળી રહ્યા છે. કોવિડના નવા સબવેરિયન્ટ્સમાંના જેએન.1 (JN.1) એ અમેરિકાની ચિંતા વધારી છે. હવે તેનો કેસ ભારતના કેરળમાં પણ જોવા મળ્યો છે. યુએસ અન્ય નવા કોવિડ વેરિઅન્ટ HV.1 નો નાશ કરવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. નિષ્ણાતો કહે છે કે, ‘શિયાળાની સિઝનની શરૂઆત સાથે નવા કેસની સંખ્યામાં વધારો થઈ શકે છે.’

કોવિડ-19નું નવું સબવેરિયન્ટ JN.1 એ કોવિડ-19 વેરિઅન્ટ પિરોલા અથવા BA.2.86નું વંશજ છે. તેના વધતા જતા કેસોએ કેરળની આરોગ્ય સેવા અંગે ચિંતા વધારી છે. ચિંતા વ્યક્ત કરતા નિષ્ણાતોએ કહ્યું છે કે, નવા પ્રકાર રાજ્યમાં પહેલાથી જ વધી રહેલા કેસોમાં વધારો કરી શકે છે.

કેરળમાં આ નવા સબવેરિયન્ટની ભારતીય SARS-CoV-2 જેનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG) દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. નેશનલ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) કોવિડ ટાસ્ક ફોર્સના વાઇસ પ્રેસિડેન્ટ ડૉ. રાજીવ જયદેવને જણાવ્યું હતું કે, ’ JN.1 ભારતમાં, ખાસ કરીને કેરળમાં તાજેતરમાં કોવિડ-19 કેસમાં થયેલા વધારાનું મુખ્ય કારણ હોય શકે છે.’

New covid 19 jn1 found in kerala

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments