Homeગુર્જર નગરીપોલીસકર્મી માતા અંબાજીમાં બંદોબસ્તમાં હતા અને મામાના ઘરે રહેલા અઢી વર્ષના પુત્રનું...

પોલીસકર્મી માતા અંબાજીમાં બંદોબસ્તમાં હતા અને મામાના ઘરે રહેલા અઢી વર્ષના પુત્રનું પાણીના ટાંકીમાં ડૂબી જતાં મોત

Team Chabuk-Gujarat Desk: બનાસકાંઠાના પાલનપુરમાં અઢી વર્ષના બાળકનું ટાંકીમાં પડી જવાથી મોત થયું છે. મામાના ઘરે આવેલા બાળકનું નિધન થતાં સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. સાથે સાથે સમગ્ર ગામમાં પણ આક્રંદ ફેલાયું છે. લાડકવાયાની આકસ્મિક વિદાયથી પરિવારના આંસુ રોકાઈ નથી રહ્યા.

મળતી માહિતી મુજબ પ્રિંસ નામના બાળકનું પાણીની ટાંકીમાં પડી જવાથી મૃત્યુ થઈ ગયુ છે. અઢી વર્ષનો બાળક પ્રિંસ પાલનપુરના દેલવાડા ગામે પોતાના મામાના ઘરે આવ્યો હતો. જ્યાં આ બાળક રમતા રમતા પાણીની ટાંકીમાં પડી ગયો હતો. મામાના ઘરે ભાણેજનું મોત થતા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે પ્રિન્સના માતા પોલીસકર્મી છે.  જ્યારે બાળક સાથે દુર્ઘટના ઘટી ત્યારે તેની પોલીસકર્મી માતા અંબાજીમાં બંદોબસ્તમાં હતા. જ્યારે તેમને આ દુર્ઘટના વિશે કહેવામાં આવ્યું ત્યારે તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. દુર્ઘનટા અંગે જાણ થતાં તેઓ તાત્કાલિકા ભાઈના ઘરે પહોંચી ગયા હતા

મૃતક બાળકનો એક જૂનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તે સૂટ બૂટમાં સજ્જ થઈને રમી રહ્યો છે. લોકો વીડિયો પર ભાવુક કોમેન્ટ કરી રહ્યા છે અને અઢી વર્ષના પ્રિન્સને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.

બીજી તરફ આ કિસ્સો વાલીઓ માટે આંખ ઉઘાડનારો પણ છે. નાના બાળકોને એકલાં મુકતાં પહેલાં માતા-પિતા તેમજ વાલીઓએ વિચારવું જોઈએ. સાથે જ એવી જગ્યાઓએથી બાળકને દૂર રાખવા જોઈએ જ્યાં જોખમ હોય. ઘણીવાર ઘરમાં પાણીના ટાંકાઓ ખુલ્લા જ રાખવામાં આવતા હોય છે આવી ભૂલો ઘણીવાર ભારે પડી જતી હોય છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments