Homeદે ઘુમા કેVIDEO: ન્યૂઝીલેન્ડે પ્રવાસ રદ કરતા પાકિસ્તાને મેદાનમાં શું કર્યું એ જુઓ

VIDEO: ન્યૂઝીલેન્ડે પ્રવાસ રદ કરતા પાકિસ્તાને મેદાનમાં શું કર્યું એ જુઓ

Team Chabuk-Sports Desk: ન્યૂઝીલેન્ડે 17 સપ્ટેમ્બરના રોજ રાવલપિંડીમાં થનારી પ્રથમ વનડે મેચ યોજાવાના કેટલાક કલાકો પૂર્વે જ પ્રવાસ રદ કરી દેતા પાકિસ્તાનની ફરી વિશ્વ ક્રિકેટમાં નામોશી થઈ છે. ન્યૂઝીલેન્ડે આ નિર્ણય સરકારના સુરક્ષા એલર્ટ બાદ લીધો છે. પ્રવાસ રદ થયા બાદ રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં પાકિસ્તાન સિક્યોરિટી અને બોમ્બ સ્ક્વોડે તપાસ આદરી હતી. જણાવી દઈએ કે ન્યૂઝીલેન્ડની ટીમે આ પ્રવાસમાં ત્રણ વનડે અને પાંચ ટી ટ્વેન્ટી મેચ રમવાના હતા.

બંને દેશોની વચ્ચે યોજાનારી આ ટૂર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડની પ્રધાનમંત્રી જેસિન્ડા એર્ડર્ને કિવી ટીમ પર હુમલો થવાની આશંકા વ્યક્ત કરી હતી. જોકે આ સમયે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રીને નિશ્ચિત રહેવાનું આશ્વાસન આપ્યું હતું. બીજી બાજુ ઈમરાન ખાનને જવાબ આપતા ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, એવી ખબરો છે કે એક વખત હોટલથી બહાર નીકળતા જ અમારી ટીમ પર હુમલો થઈ શકે છે.

પ્રવાસ રદ થયા બાદ પાકિસ્તાનના સુરક્ષાકર્મીઓ અને બોમ્બ સ્ક્વૉડ મેદાનનું પરિક્ષણ કરતા જોવા મળ્યા હતા. રાવલપિંડીના મેદાનમાં ચાલી રહેલા આ પરિક્ષણનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ભરપૂર વાઈરલ થયો હતો. જોકે હજુ સુધી સુરક્ષાકર્મીઓ દ્વારા કોઈ પણ પ્રકારનું નિવેદન નથી આપવામાં આવ્યું.

ન્યૂઝીલેન્ડની ટીમ અઢાર વર્ષ બાદ પાકિસ્તાનના પ્રવાસ પર આવી હતી. આ પ્રવાસમાં કિવી ટીમને વિરોધી પાકિસ્તાનની ટીમની સામે ત્રણ વનડે મેચ રમવાના હતા. આ તમામ મેચ રાવલપિંડીમાં યોજાવાના હતા. એ પછી બંને ટીમ પાંચ આંતરાષ્ટ્રીય ટી ટ્વેન્ટી રમવાની હતી. આ તમામ મેચ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં યોજાવાના હતા. જોકે હવે મેચ રદ થવાના કારણ પાકિસ્તાન ધડાધડ નિવેદનો આપી પોતાની શાખ બચાવવા મેદાને પડ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments