Team Chabuk-National Desk: આજકાલ દુનિયાભરમાં ChatGPTની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. વાતો થઈ રહી છે કે ChatGPT લોકોની રોજગારી ખાઈ જશે. લોકોનું કામ ChatGPT જ કરી લેશે. ત્યારે હવે કોર્ટમાં પણ ChatGPTનો પ્રવેશ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. ભારતના ઈતિહાસમાં પ્રથમવાર કોઈ કોર્ટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ચુકાદો આપ્યો છે. પંજાબ-હરિયાણા હાઈકોર્ટે જામીન અરજી પર નિર્ણય લેવા માટે AI ચેટબોટ ChatGPT પાસેથી કાનૂની સલાહ લીધી હતી અને આ પછી ChatGPT પાસેથી મળેલા જવાબના આધારે કોર્ટે ગુનાહિત કેસમાં આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે.
મહત્વનું છે કે, ઘણા દેશમાં AI ટેક્નોલોજીનો ઉપયોગ કાનૂની સલાહ માટે કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં જ અમેરિકામાં AI આધારિત રોબોટ વકીલ પણ રજૂ કરવામાં આવ્યા છે. જામીન સંબંધિત મામલો પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના જસ્ટિસ અનૂપ ચિટકારા સામે પહોંચ્યો હતો. લુધિયાણાના જસવિંદર સિંહ ઉર્ફે જસ્સીનો મામલો હતો. જસ્સીએ કેટલાક લોકો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું. લુધિયાણાના શિમલાપુરી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો હતો. સુનાવણી દરમિયાન, હાઈકોર્ટને જાણવા મળ્યું કે આરોપી અન્ય ત્રણ ફોજદારી કેસોમાં સંડોવાયેલો છે.
જજે આ વિશે ChatGPTને પ્રશ્ન કર્યો. એટલું જ નહીં, હાઈકોર્ટે ChatGPT તરફથી મળેલા જવાબના આધારે ફોજદારી કેસમાં આરોપીની જામીન અરજી પણ ફગાવી દીધી. જો કે, કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે આ કેસમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો સંદર્ભ આપવાનો હેતુ માત્ર એક વ્યાપક ચિત્ર રજૂ કરવાનો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
