Homeગુર્જર નગરીજામનગર હાઈવે પર શ્વાન આડુ ઉતરતાં કાર પલટી, બે સગા ભાઈઓના મોત

જામનગર હાઈવે પર શ્વાન આડુ ઉતરતાં કાર પલટી, બે સગા ભાઈઓના મોત

Team Chabuk-Gujarat Desk: જામનગરમાં અકસ્માતની ઘટના સામે આવી છે. જામનગર હાઈવે પર પૂરપાટ ઝડપે જઈ રહેલી કાર પલટી જતાં બે સગાભાઈના મોત નિપજ્યા છે. અકસ્માતમાં 3 લોકને ગંભીર ઈજાઓ પણ પહોંચી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને 108 ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

બનાવની વિગતે વાત કરીએ તો, જામનગર-ખંભાળિયા હાઈવે પરથી પસાર થઈ રહેલી કાર આડે એક શ્વાન ઉતર્યું હતું. પૂરપાટ ઝડપે જઈ રહેલી કાર આડે એકાએક શ્વાન ઉતરતાં કારના ડ્રાઈવરે શ્વાનને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી બેસતા કાર પલટી મારી ગઈ હતી. આ બનાવ જામનગર-ખંભાળિયા હાઈવે પર આવેલી આશાપુરા હોટેલ સામે બન્યો છે. કારમાં કુલ પાંચ વ્યક્તિઓ સવાર હતા. તે દરમિયાન રસ્તા પર શ્વાન આવી જતાં ડ્રાઈવરે શ્વાનને બચાવવા જતાં કાબૂ ગુમાવ્યો હતો અને કાર બે-ત્રણ પલટી મારી ગઈ હતી.

હાઈવે પર કાર પલટી જતાં કારમાં સવાર પાંચ વ્યક્તિઓમાંથી બે સગાભાઈના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા અને અન્ય ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. મૃતક બન્ને ભાઈઓના નામ રાજેન્દ્રસિંહ ઝાલા અને પૃથ્વીસિંહ ઝાલા હોવાનું જાણવા મળ્યું છે. મૃતક ભાઈઓ પડાણા ગામના સરપંચ પ્રવિણસિંહ ઝાલાના ભત્રીજા હોવાનું જાણવા મળ્યું છે. કાર પલટી જવાની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાંથી લોકો હાઈવે પર દોડી આવ્યા હતા અને ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને બન્ને મૃતકોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ગમખ્વાર અકસ્માતમાં બે સગા ભાઈના મોત નિપજતાં પરિવારમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.

નીચેના આઈકોન પર ક્લિક કરીને અમારા ફેસબુક પેઈજને લાઈક કરો અને સમાચારોનું અપડેટ મેળવતા રહો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments