Presentation-Team Chabuk-Creative Desk: એક વિશાળ વડલો હતો. વડલાની બખોલમાં એક કાગડો અને કાગડી રહેતા હતા. વડલાની એ બખોલની નીચે સાપનું દર હતું. એ સાપ ક્યાંય જતો નહોતો. કાગડીને જેવા બચ્ચા આવે સાંપ તેની બખોલમાં જઈ બચ્ચાઓને ખાઈ જતો. કાગડો અને કાગડી ભોજનની શોધમાં ગયા હોય, બચ્ચાને પાંખ ફૂટી ન હોય, પોતાની આંખે દુનિયા જોવાની પણ બાકી હોય, ત્યાં તો સાપના પેટનું ભોજન બની જાય.
આવું જ્યારે જ્યારે બચ્ચા પેદા થતાં હતાં ત્યારે ત્યારે થતું હતું. કાગડો અને કાગડી દુ:ખી દુ:ખી રહેતા હતા. સાપ માટે તો આ દર એનું કાયમીનું રહેઠાણ થઈ ગયું હતું. કોઈ આકરી મહેનત વિના ભોજન મળતું હતું. કાગડો અને કાગડી રોજ વિચારે, પણ સાપને કાઢવાનો કોઈ ઉપાય હાથ ન લાગે.
એ જ વૃક્ષની બરાબર નીચે એક શિયાળ રહેતું હતું. ખૂબ ચાલાક અને બુદ્ધિમાન હતું. જ્યારે ખૂદ વિચારી વિચારીને થાકી ગયા ત્યારે કાગડો અને કાગડીએ પોતાની વ્યાધી એ શિયાળને સંભળાવી.
કાગડીએ રડતાં રડતાં કહ્યું, ‘હવે શું કરવું ? હવે તો સાપના ઘરની નજીક રહેવું પણ ખતરનાક છે. જો બચ્ચા નહીં હોય તો એ અમારો કોળિયો કરી જશે.’
શિયાળ ગહન વિચારમાં ડૂબી ગયું અને પછી પોતાનું ચાતુર્યં કાગડા અને કાગડી સામે ઠાલવતા કહ્યું, ‘સાપને મારવા તો બુદ્ધિ જ જોઈએ. બુદ્ધિ વિના તો આ જગતમાં બધું નકામું.’ કાગડો અને કાગડી શિયાળની વાતને સાંભળી રહ્યાં હતાં.
‘મને ખ્યાલ છે કે તળાવમાંથી નાની, મોટી તમામ માછલીઓને એક બગલો એક બાદ એક એમ ખાઈ ગયો અને પછી એક કરકટના હાથે મરાયો.’
કાગડો અને કાગડી કૌતુકભર્યા ભાવને ચહેરા પર લાવી એક સાથે બોલી ઉઠ્યા, ‘એ કેવી રીતે?’
શિયાળે કહ્યું, ‘ધ્યાનથી સાંભળજો, હું તમારા કામની વાત કહું છું. આ સઘળી સમસ્યાનો ઉપાય એમાં જ ક્યાંક રહેલો છે.’ શિયાળે બગલા અને કરકટની વાત કહેવાની શરૂ કરી… (ક્રમશ:)
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત