Homeગુર્જર નગરીસુરેન્દ્રનગરઃ વઢવાણ ભોગાવો નદીમાં ત્રણ બાળકો ડૂબ્યા, બે બાળકોના મોત

સુરેન્દ્રનગરઃ વઢવાણ ભોગાવો નદીમાં ત્રણ બાળકો ડૂબ્યા, બે બાળકોના મોત

Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગરના વઢવાણમાં ભોગાવો નદીમાં ત્રણ બાળકો ડૂબતા દોડધામ મચી ગઈ છે. ભોગાવો નદીમાં ડૂબેલા ત્રણ બાળકો પૈકી બે બાળકોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે જ્યારે એક બાળકને આસપાસના લોકોએ બચાવીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. બાળડો ડૂબવાની જાણકારી મળતાં જ પરિવારજનો પણ આઘાતમાં સરી પડ્યા હતા અને હોસ્પિટલ પહોંચ્યા હતા.

shreeji dhosa

મળતી માહિતી પ્રમાણે, વઢવાણમાં આવેલી ભોગાવો નદીમાં ત્રણ બાળકો રમવા માટે ગયા હતા. તે દરમિયાન તેઓ પાણીમાં ડૂબી ગયા હોવાની ચર્ચા ચાલી રહી છે. ત્રણ બાળકોમાંથી બે બાળકોના મોત નિપજ્યા છે જ્યારે એક બાળકને આસપાસના લોકોએ બચાવી લીધો છે. આ બાળકને બચાવ્યા બાદ તેને સ્થાનિક લોકોએ સારવાર અર્થે ખસેડ્યો હતો. આ બાળકોની ઉંમર અંદાજે 12 થી 14 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. મૃતક બાળકોના નામ વિમલ મહેશભાઈ ખાંડલા અને ઋત્વિક લાલજીભાઈ વાઘેલા હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસ તેમજ ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને આગળની વધુ તપાસ હાથ ધરી છે. બાળકોના ડૂબી જવાથી મોત થયાની જાણ થતાં જ પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો અને સગા સ્નેહીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments