Homeગુર્જર નગરીરાજ્યમાં આજથી બે દિવસ વરસાદની આગાહી

રાજ્યમાં આજથી બે દિવસ વરસાદની આગાહી

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં આજથી બે દિવસ સૌરાષ્ટ્ર પંથકમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીના દરિયામાં પૂર્વ મધ્ય ભાગમાં સર્જાયેલા વાવાઝોડું યાસ આજે સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થયું છે અને આવતીકાલ ગુરુવાર સવાર સુધીમાં સિવિયર એટલે કે પ્રચંડ શક્તિશાળી બનીને ઓડિશાના પારાદ્વિપ અને સાગર આઈલેન્ડ વચ્ચે ત્રાટકશે.

યાશ વાવાઝોડું આજે 17 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું હતું ત્યારે તેની સાથે નેઋત્યનું ચોમાસું જે ગઈકાલે સ્થિર હતું તે આજે ગતિશીલ બનીને પણ આગળ વધ્યું છે અને કેરળની વધુ નજીક પહોંચ્યું છે. બંગાળની ખાડીમાં નેઋત્યનું ચોમાસુ આગળ વધી આજે કોમોરીન અને માલદિવ્ઝ ટાપુઓમાં પ્રવેશ્યું હતું. ચાર-પાંચ દિવસમાં જ તે કેરળમાં એટલે કે દેશના દરિયા પછી દેશની ધરતી પર પ્રવેશે તેવી સંભાવના છે. 15 જૂન આસપાસ ચોમાસુ ગુજરાત પહોંચે તેવી પૂરેપૂરી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે દેશમાં સતત ત્રીજુ ચોમાસુ સારું જવાની આગાહી થઈ છે.

ગુજરાતમાં પણ મેઘરાજા આગમનની તૈયારીમાં હોય તેમ ચોમાસા પહેલાં જ હવામાનમાં ફેરફેર થવાના શરૂ થઈ ગયા છે. હવામાન વિભાગે ગુરુવારે રાજ્યમાં અલગ અલગ સ્થળે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી વગેરે વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

વરસાદની સાથે 24 કલાકમાં હાલનો તાપ જળવાઈ રહ્યા બાદ તાપમાનમાં આશિંક ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 28 અને 29 મેના રોજ રાજ્યમાં સૂકા હવામાનની આગાહી કરાઈ છે. આજે ગુજરાતમાં તાપમાનની વાત કરીએ તો હવામાન વિભાગ પ્રમાણે સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી નોંધાયું છે. અમરેલી અને ડીસામાં 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભુજ, કંડલા એરપોર્ટ ખાતે 39 થી 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments