Homeગુર્જર નગરીવડોદરાઃ કંપનીમાં ઝેરી ગેસ લિકેજ થતાં બે કર્મચારીના મોત

વડોદરાઃ કંપનીમાં ઝેરી ગેસ લિકેજ થતાં બે કર્મચારીના મોત

Team Chabuk-Gujarat Desk: વડોદરા શહેર (vadodara) નજીક આવેલી નંદેસરી જીઆઈડીસીમાં (nandesari gidc) એક કંપનીમાં ગેસ લિકેજ (gas leakage) થવાના કારણે દુર્ઘટના ઘટી છે. કંપનીમાં બનેલી ગેસ લિકેજની આ દુર્ઘટનામાં બે કર્મચારીઓના ગુંગળામણ થવાથી મોત (two employees died) નિપજ્યાના સમાચાર સામે આવ્યા છે. વડોદરા શહેર નજીક આવેલી નંદેસરી જીઆઈડીસીમાં અનેક કંપનીઓ ધમધમી રહી છે. તેવામાં જીઆઈડીસીમાં આવેલી બેઝિક ઈન્ટરનેશનલ નામની કંપનીમાં ગેસ લિકેજ થવાની ઘટના બની છે. કંપનીના કર્મચારીઓ રોજ પ્રમાણે પોતાના કામમાં વ્યસ્ત હતા. ત્યારે ગઈકાલે મોડી રાત્રે એકાએક ઝેરી ગેસ લિકેજ થયો હતો.

rps baby world

કંપનીમાં ઝેરી ગેસ લિકેજ થતાં કંપનીમાં કામ કરી રહેલા પ્લાન્ટ સુપરવાઈઝર નંદેસરીના ભાવેશ શાહ અને અસોદર ગામના અલ્પેશ પઢીયાર નામના બે કર્મચારીઓના મોત થયા છે. બન્ને કર્મચારીઓને લિકેજ થયેલા ઝેરી ગેસની અસર થઈ હતી. ગેસના કારણે ગુંગળામણ થવાથી બન્ને કર્મચારીઓ બેભાન થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ તેમના સાથી કર્મચારીઓ બન્નેને તાત્કાલિક સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે છાણી વિસ્તારમાં આવેલી શ્રીજી હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ ત્યાં બન્ને કર્મચારીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

એકાએક કંપનીમાં કામ કરી રહેલા કર્મચારીઓ પર આવી આફત આવી પડતાં જીઆઈડીસી વિસ્તારની અન્ય કંપનીના કર્મચારીઓમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે આ બંને મૃતકોના પરિવારજનોને જાણ થતા પરિવાર જનોના પગ તળે જમીન સરકી ગઈ હતી અને તેઓ હોસ્પિટલે દોડી આવ્યા હતા. અસોદરના સરપંચ મનુભાઈ પઢીયાર સહિતના લોકો દોડી આવીને કંપનીના સંચાલકો પાસે મૃતકના પરિવારજનોને વળતર મળે તે અંગેની માંગ કરી હતી.

rps baby world

આ અંગેની જાણ નંદેસરી પોલીસને થતા પોલીસ પણ શ્રીજી હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને આ બંને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે બાજવાની રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. 

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments