Team Chabuk-Sports Desk: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિકેટકિપર પાર્થિવ પટેલના પિતાનું નિધન થયું છે. પાર્થિવ પટેલે તેના ઓફિસિય ટ્વીટર એકાઉન્ટ પર આ વાતની જાણકારી આપી છે.
પાર્થિવ પટેલે ટ્વીટર પર શોક સંદેશમાં કહ્યું કે, અત્યંત દુઃખ સાથે જાણ કરુ છુ કે મારા પિતાશ્રી અજયભાઈ બિપિનચંદ્ર પટેલનું નિધન થયું છે. 26 સપ્ટેમ્બર 2021એ તેમનો સ્વર્ગવાસ થયો છે. તેઓ અમને જિંદગીભરના સંભારણા આપીને ગયા છે. અમે તમને વિનંતી કરીએ છીએ તે તેમના માટે પ્રાર્થના કરો. તેમના આત્માની શાંતિ મળે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી પાર્થિવ પટેલના પિતા અજયભાઈ પથારીવશ હતા. તેઓ છેલ્લા કેટલાય સમયથી કોમામા હોવાના કારણે હલનચલન પણ નહતા કરી શકતા.
It is with the deepest grief and sadness, we inform the passing away of my father Mr. Ajaybhai Bipinchandra patel. He left for his heavenly abode on 26th September 2021.We request you to keep him in your thoughts and prayers. May his soul rest in peace🙏 ॐ नम: शिवाय🙏🙏 pic.twitter.com/tAsivVBJIt
— parthiv patel (@parthiv9) September 26, 2021
2019માં પાર્થિવ પટેલ જ્યારે રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લુરુની ટીમમાં હતો તે સમયે તેનાં પિતાની તબિયત ખરાબ થઇ હતી. ત્યારબાદ જાણ થઈ હતી કે, પાર્થિવ પટેલના પિતાને સમયે તેનાં પિતા બ્રેઇન હેમરેજ થયું છે. તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યાં હતા અને 10 દિવસ સુધી સારવાર હેઠળ હતા. થોડા સમયથી ફરી તેમની તબિયત લથડી હતી અને આખરે જીવન સામે જંગ હારી ગયા છે. પાર્થિવના ફેન્સ અને તેમના કુટુંબીજનો પાર્થિવ અને તેમના પરિવારને સાંત્વના આપી રહ્યા છે.

અમદાવાદમાં જન્મેલા પાર્થિવ પટેલે 2002માં ન્યુઝીલેન્ડ સામે વન ડે અને ઇંગ્લેંડ સામે ટેસ્ટ ડેબ્યુ કર્યુ હતુ. તેણે પોતાની કારકીર્દિમાં કુલ 25 ટેસ્ટ મેચ રમી છે જેમાં કુલ 6 અર્ધશતક સાથે કુલ 934 રન નોધાવ્યા છે. આ ઉપરાંત 38 વન ડે મેચમાં ત તેણે કુલ 4 અર્ધશતક સાથે 736 રન નોધાવ્યા છે. જ્યારે 2 ટી-20 મેચમાં 36 રન ફટકાર્યા છે. ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ પાર્થિવ પટેલ હાલ કોમેન્ટ્રેટરની ભૂમિકામાં ભજવી રહ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત