Homeગુર્જર નગરીવડોદરાઃ પિકનિક કરવા ગયેલા મેડિકલના બે વિદ્યાર્થીઓના નદીમાં તણાતા મોત, મૃતક સુરત...

વડોદરાઃ પિકનિક કરવા ગયેલા મેડિકલના બે વિદ્યાર્થીઓના નદીમાં તણાતા મોત, મૃતક સુરત અને સુરેન્દ્રનગરના રહેવાસી

Team Chabuk-Gujarat Desk: વડોદરાની એસએસજી હોસ્પિટલના મેડિકલ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતાં બે વિદ્યાર્થીના ડૂબી જવાથી મોત થયા છે. મળતી માહિતી પ્રમાણે એસએશજી હોસ્પિટલના મેડિકલ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતાં 12 વિદ્યાર્થીઓનું ગ્રુપ રસૂલપુર ગામે ફરવા ગયા હતા. વહેલી સવારે તેઓ પિકનિક માટે નીકળ્યા હતા. સાવલીના લાંછનપુરા ગામે મહીસાગર નદીમાં વિદ્યાર્થીઓ ન્હાવા પડ્યા હતા. આ દરમિયાન નદીમાં પાણીનો પ્રવાહ વધતાં ત્રણ વિદ્યાર્થીઓ તણાયા હતા. બીજા કેટલાક વિદ્યાર્થીઓ પણ પાણીમાં ખેંચાયા હતા.

નદીના પાણીમાં તણાઈ જતાં એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થિનીના મોત નિપજ્યા છે. પાણીમાં તણાઈ જતાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીના નામ અમોડ ગોયલ અને સિદ્ધિ શાહ છે. ઘટના બન્યા બાદ અન્ય વિદ્યાર્થીઓએ તુરંત ગ્રામજનોને મદદ માટે બોલાવ્યા હતા. ગ્રામજનોએ બન્ને વિદ્યાર્થીઓના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યા હતા અને એક વિદ્યાર્થીને બચાવી લીધો હતો.

બન્ને વિદ્યાર્થીઓને બહાર કાઢીને વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે બન્નેને મૃત જાહેર કર્યા હતા. મૃતક વિદ્યાર્થીમાં એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થિનીનો સમાવેશ થાય છે. મૃતક વિદ્યાર્થીઓ સુરત અને સુરેન્દ્રનગરના રહેવાસી છે. બન્ને વિદ્યાર્થીઓ વડોદરાની એસએસજી હોસ્પિટલની મેડિકલ કોલેજમાં તબીબનો અભ્યાસ કરી રહ્યા હતા. બન્ને મૃતક વિદ્યાર્થીના પરિવારને ઘટના અંગેની જાણ કરવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments