Team Chabuk-National Desk: નોકરનો ભરોસો ન કરાય કે પારકાને ઘરનું તાળું હાથમાં ન દેવાય આ ઉક્તિ ફરી એક વખત યથાર્થ સિદ્ધ થઈ છે. જે નોકર પર ભરોસો કર્યો તેણે જ ભૂહળિયો બોલાવી નાખ્યો. આ સમગ્ર ઘટના છે નોઈડાની. જ્યાં એક માલિકે પોતાના નોકરને ઘરની સુરક્ષાની જવાબદારી સોંપી હતી. જોકે માલિકને ખબર નહોતી કે જેને તેઓ સુરક્ષાની જવાબદારી સોંપી રહ્યા છે એ જ ધાડ પાડવાનો છે.
ખુદ માલિક પણ દૂધે ધોયેલો નથી. એ દિલ્હીની તિહાડ જેલમાં બંધ હતો. તેણે નોઈડા ખાતે આવેલા પોતાના મકાનની જવાબદારી નોકરને સોંપી હતી. એ નોકરે પોતાના મિત્રોને બોલાવી માલિકના ઘરમાંથી 5 કરોડની સફાઈ કરી નાખી. હાલ તો પોલીસે આ ચોર નોકર અને તેના મિત્ર ચોરોની ધરપકડ કરી તેની પાસેથી 5 કરોડમાંથી ત્રીસ કરોડ રૂપિયા ઉઘરાવ્યા છે.
સમગ્ર ઘટના પર પ્રકાશ પાડતા નોઈડાના એડિશનલ ડિસીપી રણવિજય સિંહે જણાવ્યું કે, તારીખ 2 મેના રોજ રામૂ થાપેએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેનો માલિક પીયૂષ બંધોપાધ્યાય જે છેતરપિંડીના કેસમાં દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે, તેમણે પોતાના ઘરની જવાબદારી ગયાદીન ઉર્ફ ગોપાલને આપી હતી.
માલિક જેલમાં ગયા અને થોડા દિવસ પછી નોકર ગોપાલ તેના સાથી મિત્ર હીરાની સાથે મળીને પીયૂષના ઘરને ખાલી કરવા માટે આવી પહોંચ્યો. ઘરમાં રાખેલ સ્કૂટી, સોનું, ચાંદી, ઝવેરાત, સિયાઝ કાર, 2 ફ્રિઝ, જરૂરી કાગળિયાં, સોફા, વોશિંગ મશીન, એલઈડી ટીવી સહિતની વસ્તુઓ ટ્રકમાં નાખી, જાણે ઘર બદલવું હોય એમ લઈ જઈ ફરાર થઈ ગયા.
ચોરોએ એટલી તામજામથી ચોરી કરી કે ઘરનો તમામ સામાન નવો ખરીદવો પડે. ચોરી કરેલા આ સામાનની કુલ કિંમત 5 કરોડ રૂપિયા છે. એ પછી પોલીસે આ અંગનો કેસ ફાઈલ કરી તપાસ શરૂ કરી હતી. એડિશનલ ડિજીપી રણવિજય સિંહે જણાવ્યું હતું કે, આરોપી ગોપાલની રહેવાસી જિલ્લો મધ્યપ્રદેશ છતરપુર ખાતેથી ધરપકડ કરી લેવામાં આવી છે. ગોપાલ સાથે પૂછપરછ કર્યા બાદ પોલીસે એક અન્ય આરોપી જે પણ છતરપુરનો છે તેની ધરપકડ કરી છે.
જે ઘરના ગોપાલ સહિના ચોરોએ તળિયા ઝાટક કરી નાખ્યા તે ઘરનો માલિક ઈનોવેટિવ આઈડિયાઝ નામની કંપની ચલાવતો હતો. તેઓ વિદેશી કંપનીઓને ટેકનિકલ એડવાઈઝ આપતા હતા. પીયૂષની છેતરપિંડીના ગુના સબબ 28 ઓગસ્ટ 2020ના રોજ દિલ્હી પોલીસની EOW ટીમે ધરપકડ કરી હતી.
જેલ જતાં પહેલા તેણે પોતાના ઘરની તમામ ચાવીઓ નોકર ગોપાલને આપી દીધી હતી. જેથી તે ઘરની સુરક્ષા કરી શકે. ચોરીના આ કેસમાં પોલીસને દસ મહિના બાદ 30 લાખ રૂપિયા જ હાથ લાગ્યા છે. હજુ સાડા ચાર કરોડ રૂપિયાની શોધ પાછળ પોલીસ લાગેલી છે. ચોરે ઘરની સફાઈ તો કરી નાખી છે પણ હવે પોલીસ એક એક સામાન દસ મહિનાથી એકઠો કરી હિસાબ લગાવી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત