Team Chabuk-Gujarat Desk: સુરતમાં ચોથા માળેની ગેલેરીમાં રમી રહેલા બે વર્ષના બાળકનું નીચે પટકાતાં મોત નિપજ્યું છે. આ દુઃખદ ઘટના સુરતના સાયણ વિસ્તારમાં આવેલી સિદ્ધિ વિનાયક સોસાયટીમાં બની છે. સિદ્ધિ વિનાયક સોસાયટીમાં રહેતા પરિવારનું બે વર્ષનું બાળક ચોથા માળે ગેલેરીમાં રમી રહ્યું હતું ત્યારે અચાનક તે નીચે પટકાયું હતું અને ગંભીર ઈજા પહોંચતાં તેનું મોત થયું હતું. બાળકની માતા રસોઈ બનાવી રહી હતી ત્યારે ચોથા માળેની ગેલેરીમાં રમતાં રમતાં બે વર્ષનું બાળક નીચે પટકાયું હતું. માતાની નજર સામે જ બાળક નીચે પડતાં તાત્કાલિક પરિવાર બાળકને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. પરંતુ હાજર તબીબોએ બાળકને મૃત જાહેર કર્યું હતું.
પરિવારના 2 વર્ષના બાળકનું આ રીતે મૃત્યુ થતાં પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. મૃતક બાળકના પિતાનું નામ પ્રમોદ સ્વાઈ હોવાનું જાણવા મળ્યું છે. પ્રમોદ સ્વાઈ અને તેમના પત્નીને બે સંતાન હતા. જેમાં એક દીકરી અને ત્યારબાદ એક દીકરો હતો. મૃતક દીકરાનું નામ સાહિલ હતું. બાળકના પિતા પ્રમોદ સ્વાઈએ કહ્યું કે, એક દીકરી બાદ એકનો એક દીકરો હતો. સાહિલ ખૂબ જ લાડકો હતો. હું કામ પર ગયો હતો અને પત્ની ઘરે હતી. સાહિલ ચોથા માળેથી નીચે પડ્યો, પત્નીનો ફોન આવ્યો અને આ વાત સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું દોડીને હોસ્પિટલ આવ્યો તો તેનો મૃતદેહ જોવા મળ્યો. દરરોજ સાહિલનો હસતો ચહેરો જોઈને કામે જવાની અને કામ પરથી આવીને તેને જોવાની મને આદત પડી ગઈ હતી. સાહિલના મોતથી હૃદય ફાટી ગયું હોય એમ લાગી રહ્યું છે.
મૃતક બાળકનો પરિવાર કાનપુરના રહેવાસી છે અને લૂમ્સ ખાતાના માસ્ટર છે. સાહિલ 2 વર્ષનો હતો. બાળકને રમતો છોડી પત્ની રસોઈ બનાવી રહી હતી. મોટી દીકરી નીચે રમવા ગઈ હતી. પત્નીનું ધ્યાન ભટક્યું અને સાહિલને રમતાં રમતાં ગેલરીમાંથી નીચે પટકાતો માતાએ નજરે જોયો. પણ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હોવાનું બાળકના પિતાએ વધુમાં જણાવ્યું હતું.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત