Homeસિનેમાવાદઅભિનેતા યૂસુફ હુસૈનનું નિધન, હંસલ મહેતા, મનોજ બાજપેયી સહિતની હસ્તીઓએ દુ:ખ વ્યક્ત...

અભિનેતા યૂસુફ હુસૈનનું નિધન, હંસલ મહેતા, મનોજ બાજપેયી સહિતની હસ્તીઓએ દુ:ખ વ્યક્ત કર્યું

Team Chabuk-Cinema Desk: મનોરંજન જગતના ખ્યાતનામ અભિનેતા યૂસુફ હુસૈનનું શનિવારની સવારે નિધન થઈ ગયું. નિર્દેશક હંસલ મહેતાએ આ અંગેની જાણકારી સોશિયલ મીડિયા પર આપી હતી. હંસલ મહેતાએ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરતા કહ્યું હતું કે, મેં શાહીદના બે શેડ્યુલ પૂર્ણ કર્યા હતા અને અમે ફસાઈ ગયા હતા. એક ફિલ્મ નિર્માતાના રૂપે અનુપસ્થિત કારકિર્દી લગભગ પૂર્ણ થવાના આરે હતી. એવામાં યૂસુફ સાહેબ મારી પાસે આવ્યા. તેમણે જમા કરેલા પૈસા મને આપ્યા. તેઓ મારા શ્વસુર નહીં પણ પિતા હતા.

હંસલ મહેતાએ આગળ લખ્યું છે કે, આજે તેઓ ચાલ્યા ગયા, જેથી તેઓ એ તમામ મહિલાઓને સ્વર્ગમાં જણાવી શકે કે, તે કેટલી સુંદર છે અને પુરુષોને જણાવી શકે કે, તે કેટલા જવાન છે. તમને ખૂબ પ્રેમ. હું આ નવા જીવનનો ઋણી છું. આજે હું અનાથ થઈ ગયો. જીવન પહેલા જેવું કોઈ દિવસ નહીં રહે.

યૂસુફ હુસૈને વિવાહ, ધૂમ-2, ખોયા ખોયા ચાંદ, ક્રેઝી કક્કડ ફેમિલી અને રોડ ટૂ સંગમ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમના નિધનની ખબરે ફેન્સને આંચકો આપ્યો છે. તેમના નિધન પર કેટલાય બોલિવુડ સ્ટાર્સે દુ:ખ વ્યક્ત કર્યું હતું અને સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મનોજ બાજપેયીએ ટ્વીટ કરી લખ્યું છે કે, દુખદ ખબર, યૂસુફ હુસૈનને શ્રદ્ધાંજલિ, હંસલ મહેતા અને પૂરાં પરિવારને શક્તિ મળે.

પૂજા ભટ્ટે લખ્યું છે કે, આ ખબરે મારી આંખોમાં અશ્રુ લાવી દીધા. હું તો કલ્પના પણ નથી કરી શકતી હંસલ, કે તમે શું અનુભવી રહ્યા હશો?

તો અભિષેક બચ્ચને લખ્યું છે કે, યૂસુફજી આપણે કેટલી ફિલ્મોમાં સાથે કામ કર્યું. પહેલા કુછ ના કહો અને અંતિમ ફિલ્મ બોબ બિશ્વાસ. તમે ખૂબ જ દયાળુ હતા.  

CinemaVad

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments