Team Chabuk-Gujarat Desk: વધી રહેલી મોંઘવારી વચ્ચે દેશના નાગરિકો માટે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટમાં ફરી વધારો કર્યો છે. રિઝર્વ બેંકે રેપો રેટ 4.40 ટકાથી વધારીને 4.90 ટકા કર્યો છે, એટલે કે, રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. RBIના ગવર્નર શક્તિકાંત દાસે આજે પ્રેસ-કોન્ફરન્સમાં વ્યાજદરમાં વધારાના નિર્ણયની માહિતી આપી છે.
રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં કરાયેલા વધારાની સાથે જ લોન મોંઘી થશે અને લોનધારકોએ વધુ EMI ચૂકવવો પડશે. વ્યાજદર પર નિર્ણય માટે 6 જૂનથી મોનિટરી પોલિસી કમિટીની મીટિંગ ચાલી રહી હતી. અર્થશાસ્ત્રીઓએ રેપો રેટમાં વધારાનું અનુમાન કર્યું હતું
બ્લૂમબર્ગના સર્વેમાં સામેલ 41માંથી 17 અર્થશાસ્ત્રીએ રેપો રેટ 0.50 ટકાથી વધીને 4.9 ટકા થવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું. કેટલાક અર્થશાસ્ત્રીઓ માને છે કે RBI રેપો રેટને ધીરે-ધીરે પ્રી-કોવિડ લેવલ 5.15 ટકાથી ઉપર લઈ જશે. મોનિટરી પોલિસીની મીટિંગ દર બે મહિને થાય છે. અગાઉ RBIએ 2 અને 3 મેએ ઈમર્જન્સી મીટિંગ બોલાવીને રેપો રેટને 4 ટકાથી વધારીને 4.40 ટકા કર્યો હતો. 22 મે 2020 પછી રેપો રેટમાં આ ફેરફાર થયો હતો.
The MPC voted unanimously to increase the policy repo rate by 50 bps to 4.90%: RBI Governor Shaktikanta Das pic.twitter.com/KS8RswFIEy
— ANI (@ANI) June 8, 2022
રેપો રેટ એ દર હોય છે, જેની પર RBI પાસેથી બેન્કોને લોન મળે છે, જ્યારે રિવર્સ રેપો રેટ એ દરને કહે છે, જેની પર બેન્કોને RBI પૈસા જમા કરવા પર વ્યાજ આપે છે. જ્યારે RBI રેપો રેટ ઘટાડે છે તો બેન્ક પણ વ્યાજદર ઘટાડે છે, એટલે કે ગ્રાહકોને મળનારી લોનનો વ્યાજદર ઓછો હોય છે, સાથે જ EMI પણ ઘટે છે. આ રીતે જ્યારે રેપો રેટમાં વધારો થાય છે ત્યારે વ્યાજદરમાં વધારાને કારણે ગ્રાહક માટે લોન મોંઘી બને છે. આવું એટલા માટે થાય છે, કારણ કે કમર્શિયલ બેન્કને કેન્દ્રીય બેન્ક પાસેથી ઊંચી કિંમતે પૈસા મળે છે, એટલે તેણે દરને વધારવા મજબૂર થવું પડે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
