Team Chabuk-Gujarat Desk: ઈન્ડેક્ષ્ટ-બી તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સંયુક્ત પ્રયાસો તેમજ વેપાર ઉદ્યોગ મહામંડળના સહયોગથી યુગાન્ડા હાઈ કમિશનનું ડેલિગેશન (Uganda high commission deligation) રાજકોટ ઇન્ડસ્ટ્રીયલ (rajkot Industrial) વિઝીટ તેમજ દ્વિપક્ષીય વેપાર ઉદ્યોગ સંભાવના અર્થે રાજકોટની બે દિવસીય મુલાકાતે પધાર્યું છે.
રાજકોટ (Rajkot) ખાતે પધારેલા એમ્બેસેડર (ડેપ્યુટી હેડ ઓફ મિશન) કેઝાલા મોહંમદે રાજકોટ ઇન્ડસ્ટ્રીઝની મુલાકાત તેમજ વિવિધ એસોસિએશનના પ્રતિનિધિ સાથેની બેઠકમાં જણાવ્યું હતું કે, યુગાન્ડા (Uganda) સહિત આફ્રિકન દેશોમાં (African Countries) વિવિધ દ્વિપક્ષીય વેપાર ઉદ્યોગ માટે વિશાળ તકો ઉપલબ્ધ બની છે.
રાજકોટ તેમજ સૌરાષ્ટ્રની ફૂડ, એગ્રો, મશીન ટૂલ્સ સહિતની અનેકવિધ ઇન્ડસ્ટ્રીઝની મશીનરીની આફ્રિકન કન્ટ્રીઝમાં મોટા પાયે જરૂરિયાત હોઈ અમે અહીં રૂબરૂ મુલાકાતે આવ્યાનુ કેઝાલાએ જણાવી આફ્રિકન દેશોમાં ઉદ્યોગ સ્થાપવા માટે એમ્બેસેડરે રાજકોટના ઉદ્યોગપતિઓને આમંત્રિત કર્યા હતા.
ઇસ્ટ આફ્રિકન 7 દેશોના સમૂહની 200 મિલિયનની વસ્તી માટે દ્વિપક્ષીય વેપાર ઉદ્યોગની ભારત અને ખાસ કરીને ગુજરાત માટે વિશાળ તકો કોરોના બાદ ખુલી હોઈ જેનો લાભ ગુજરાત અને સૌરાષ્ટ્રની વિવિધ ઇન્ડસ્ટ્રીઝને લેવા કેઝાલાએ ભારપૂર્વક જણાવ્યું હતું.
આ તકે કેઝાલાએ સૌરાષ્ટ્ર અને યુગાન્ડા સાથે ઐતિહાસિક સંબંધો સહિત અહીંના ઉદ્યોગપતિઓનું આફ્રિકન દેશોમાં પ્રદાનથી પ્રભાવિત થઈ આ સંબંધ વધુ મજબૂત બને તે માટે આશાવાદ વ્યક્ત કર્યો હતો. ડેલિગેશનમાં સાથે આવેલા મિસ બિરુંગી સોફી (કોમર્શિયલ ડ્યુટીઝ ઓફિસર ઇન્ચાર્જ) અને કાઉન્સેલર ઓફિસર મિસ જ્હોન એમોંગ એ આફ્રિકન કન્ટ્રીઝમાં ટુરિઝમ ઉદ્યોગ ક્ષેત્રે પણ વિશાળ તકો હોવાનું જણાવ્યું હતું.
આ તકે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કિશોર મોરીએ ગુજરાત ઔદ્યોગિક પોલિસી, ઔદ્યોગિક સહાય, રાજકોટ ઇન્ડસ્ટ્રીયલ પ્રોફાઈલ સહિતની માહિતી પ્રેઝન્ટેશન દ્વારા રજૂ કરી હતી.
રાજકોટ સર્કિટ હાઉસ ખાતે આયોજિત બેઠકમાં ચેમ્બર ઓફ કોમર્સ, રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન, શાપર વેરાવળ ઇન્સ્ટ્રીયલ એસોસિએશન, લોઠડા, પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી, મશીન ટૂલ્સ એઓસિએશન, લઘુ ઉદ્યોગ ભારતી તેમજ સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી ઉદ્યોગ ક્ષેત્રે રાજકોટ તેમજ સૌરાષ્ટ્ર ઉદ્યોગ ક્ષેત્રે માહિતીની આપ-લે કરી હતી.
યુગાન્ડા ડેલિગેશન દ્વારા રાજકોટની 12 જેટલી વિવિધ ઇન્ડસ્ટ્રીઝની રૂબરૂ મુલાકત લઈ વિવિધ ક્ષેત્રે એમ.એસ.એમ.ઈ મશીનરીની ખરીદીની પ્રક્રિયા હાથ ધરી છે.
આ તકે ચેમ્બરના સેક્રેટરી પાર્થ ગણાત્રાએ સ્વાગત પ્રવચનમાં તેમનો પ્રતિભાવ વ્યકત કર્યો હતો તેમજ એન્જિનિયરિંગ એસોસિએશનના નરેન્દ્ર પાંચાણીએ આભારવિધિ કરી હતી. સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના પરાગ તેજુરાએ રાજકોટ તેમજ આફ્રિકન દેશો વચ્ચે વેપાર ઉદ્યોગની ઝાંખી રજુ કરી બંને દેશો વચ્ચે વિશેષ સહયોગ પ્રાપ્ત થાય તે માટે આહવાન કર્યું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત