Homeગુર્જર નગરીટૂંક સમયમાં 20 માછીમારો પાક. જેલમાંથી મુક્ત થશે, ઊનાના કુલ 30 માછીમારો...

ટૂંક સમયમાં 20 માછીમારો પાક. જેલમાંથી મુક્ત થશે, ઊનાના કુલ 30 માછીમારો હજુ પાક. જેલમાં બંધ, ત્રણ વર્ષથી પરિવારજનો જોઈ રહ્યો છે રાહ

અબ્દુલ પઠાણ, ઊનાઃ ટૂંક સમયમાં જ પાકિસ્તાની જેલમાં બંધ 20 ગુજરાતી માછીમારોને છોડવામાં આવશે. જો કે, હજુ પણ ગીર સોમનાથના ઊના તાલુકાના કાજરડી અને દેલવાડા સહિત ઊનાના ગામડાના કુલ 30થી વધુ માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ હોવાનો તાલુકા પ્રમુખના પતિ સામત ચારણિયાએ દાવો કર્યો છે. સાથે જ સાંસદ રાજેશ ચુડાસમા તેમજ ગાંધીનગર સુધી માછીમારોને છોડાવવા પરિવારોની મદદ કરવા સામત ચારણિયાએ રજૂઆત કરી છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પાકિસ્તાની જેલમાંથી કુલ 20 ગુજરાતી માછીમારોને છોડવાનો નિર્ણય કરાયો છે. 14 નવેમ્બર સુધીમાં 20 માછીમારો વતન આવવા માટે રવાના થવાની શક્યતા છે. બીજી તરફ ઊનાના માછીમારો 3-4 વર્ષથી પાકિસ્તાનની જેલમાં બંધ છે તેમનો હજુ સુધી છોડાયા નથી જેના કારણે તેમના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે અને પરિવારની મહિલાઓ અને બાળકોને મજૂરીએ જવાનો વારો આવ્યો છે. ઊના તાલુકાના દરિયાકાંઠાના ગામડાઓના અનેક લોકો માછીમારી સાથે સંકળાયેલા છે. પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવવા માટે દરિયો ખેડવા જાય છે.

સમગ્ર ગુજરાતના 400 અને ભારતના 558 માછીમારો છેલ્લા ત્રણ વર્ષથી પાકિસ્તાની જેલમાં બંધ છે,.અનેક રજૂઆતો કરવા છતાં માછીમારોને ન છોડવામાં આવતા તેમનો પરિવારો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. છે. જોથી પાકિસ્તાન પર દબાણ લાવી માછીમારોને આઝાદ કરાવવા સરકારને રજૂઆત કરાઈ છે. રાજકોટ ખાતે અખિલ ભારતીય ફિશરમેન એસોસિએશનના પ્રમુખ વેલજી મસાણીએ જણાવ્યું હતું કે, માછીમારી કરતી વખતે જળસીમાંમાંથી પાકિસ્તાની એજન્સીઓએ માછીમારોની ધરપકડ કરી કરાંચીની જેલમાં રાખ્યા છે. તેમાંથી 295ની ઓળખ થઈ છે. છેલ્લા ત્રણ વર્ષથી માછીમારના પરિવારજનો રાહ જોઈ રહ્યા છે.

advertisement-1

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments