Homeગામનાં ચોરેજેણે રેલવેના વિસ્તાર માટે પોતાની જમીન દાન આપી દીધેલી, એ હબીબમિયાંનું નામ...

જેણે રેલવેના વિસ્તાર માટે પોતાની જમીન દાન આપી દીધેલી, એ હબીબમિયાંનું નામ હટાવી ભાજપે રાણી કમલાપતિ રેલવે સ્ટેશન નામકરણ કર્યું

Team Chabuk-National Desk: મધ્યપ્રદેશમાં ભોપાલના હબીબગંજ રેલવે સ્ટેશનનું નામ બદલી નાખવામાં આવ્યું છે. હવે આ રેલવે સ્ટેશન રાણી કમલાપતિ રેલવે સ્ટેશનના નામે ઓળખાશે. મધ્યપ્રદેશ સરકારે આ માટે અધિસૂચના જાહેર કરી છે. આ માટે મધ્યપ્રદેશની શિવરાજસિંહ ચૌહાણ સરકારે કેન્દ્ર સરકારને પત્ર પણ લખ્યો હતો. પત્રમાં લખવામાં આવ્યું હતું કે વર્તમાન સમયે રેલવે સ્ટેશનનું નામ હબીબગંજ રેલવે સ્ટેશન છે. જેને બદલીને રાણી કમલાપતિ રેલવે સ્ટેશન કરવામાં આવશે. મધ્યપ્રદેશના પરિવહન વિભાગ તરફથી આ પત્ર કેન્દ્ર સરકારને લખવામાં આવ્યો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે 15 નવેમ્બરના રોજ આધુનિક સુવિધાઓથી સજ્જ હબીબગંજના વર્ડ ક્લાસ રેલવે સ્ટેશનનું ઉદ્ધાટન કરવાના છે. આ પહેલા ભોપાલ લોકસભા સીટથી સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુરે હબીબગંજ રેલવે સ્ટેશનનું નામ પૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયીના નામ પર રાખવાની માગ કરી હતી.

પ્રજ્ઞાસિંહ ઠાકુરે ગુરૂવારના રોજ ટ્વીટ કર્યું હતું, ‘ભોપાલમાં 15 નવેમ્બર 2021ના રોજ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જનજાતિય દિવસ પર આવવું આપણા ભોપાલ માટે શુભ સંકેત છે. મને વિશ્વાસ છે કે મોદીજી હબીબગંજ રેલવે સ્ટેશનનું નામ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીના નામ પર રાખવાની ઘોષણા કરે.’

450 કરોડના પ્રોજેક્ટવાળા હબીબગંજ સ્ટેશનને પીપીપી મોડ પર તૈયાર કરવામાં આવ્યું છે. હબીબગંજ દેશનું પ્રથમ એવું સ્ટેશન બન્યું છે, જ્યાં એરપોર્ટની માફક પ્રવાસીઓને વિશ્વકક્ષાની સુવિધાઓ પ્રાપ્ત થશે. આ સ્ટેશન પર લોકો ભીડભાડ વગર જ ટ્રેનના બર્થ સુધી પહોંચી શકશે. જે યાત્રીકો ઉતરશે તેઓ પણ બે અલગ અલગ માર્ગો દ્વારા બહાર નીકળી શકશે.

આ રેલવે સ્ટેશનનું નામ હબીબગંજ એ હબીબ મિયાંના નામ પર રાખવામાં આવ્યું હતું. પહેલા આ સ્ટેશનનું નામ શાહપુર હતું. વર્ષ 1979માં હબીબ મિયાંએ રેલવેના વિસ્તાર માટે પોતાની જમીન દાન આપી દીધી હતી. જે પછી આ રેલવે સ્ટેશનનું નામ તેમના નામ પર રાખવામાં આવ્યું. ત્યારે એમપી નગરનું નામ ગંજ હતું. હબીબ અને ગંજને એકઠું કરતા હબીબગંજ નામ કરી દેવામાં આવ્યું. જે હવે પછીથી રાણી કમલાપતિ તરીકે ઓળખાશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments