Team Chabuk-Gujarat Desk: ઉનામાં તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હોય તેમ એક જ મહિનામાં ચોરીની ત્રીજી મોટી ઘટનાને અંજામ આપ્યો છે. થોડા સમય પહેલા લગ્ન પ્રસંગે ગયેલો એક પરિવાર પરત આવ્યો ત્યારે ઘરનું તાળુ તોડી, અંદર પ્રવેશી, રોકડ રકમ સહિત દાગીના સ્વાહા કરી ગયા હતા. હવે ફરી એક વખત ચોરોએ પોલીસને પડકારો ફેંક્યો છે.
ઉના શહેરમાં એક બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઉનાની ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા અશ્વિનભાઈ ગોરધનભાઈ ધાનકના માતાનું અવસાન થયું હોય તેઓ 4 ફેબ્રુઆરીના રોજ મોરડીયા ગામે ગયા હતા. ઉત્તરક્રિયાની સામગ્રી લેવા જ્યારે ઉના પાછા આવ્યા તો ઘરના તાળા તૂટેલા હતા.
મકાનના તાળા તૂટેલા હતા અને અંદરની ઘર વખરી વેરવિખેર પડી હતી. અશ્વિનભાઈએ લક્કી, વીંટી, ચેઈન, દાણા, બુટ્ટી, 15 હજાર રોકડ સહિત એક લાખનાં મુદ્દામાલની ચોરી થયાનું બહાર આવતા પોલીસે ફરિયાદ નોંધાવી હતી. મહત્વનું છે કે છેલ્લા 20 દિવસમાં ત્રણ ચોરીનાં બનાવ બનતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. પોલીસ પેટ્રોલીંગ જરૂરી બન્યું છે. એ સિવાય મહત્વની વાત એ છે કે તસ્કરોએ ત્રણ ઘરના વીસ જ દિવસમાં તાળા તોડી પોલીસને ખુલ્લો પડકાર આપ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
