Team Chabuk-Political Desk: 14 ફેબ્રુઆરીના રોજ ઉત્તરાખંડમાં મતદાન થવાનું છે. ચૂંટણી પ્રચાર ચરમ પર છે. પાર્ટીનો પ્રચાર કરવામાં નેતાગણો કોઈ કસર નથી છોડી રહ્યા. અસમના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા સરમા ઉત્તરાખંડમાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં વિશાળ જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. એ સમયે તેમણે કોંગ્રેસ અને રાહુલ ગાંધીને લઈ વિવાદિત નિવેદન આપી દીધું હતું. હેમંતાએ રાહુલ ગાંધીને લઈ કહ્યું કે, ‘શું અમે કોઈ દિવસ પ્રમાણ માગ્યું કે તમે રાજીવ ગાંધીના પુત્ર છો કે નહીં?’ કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પલટવાર કરતા કહ્યું હતું કે આ હેમંતાનું છિછોરુપન અને ઘટિયા વિચારનું પ્રમાણ છે.
જનસભામાં હેમંતા શું બોલ્યા ?
અસમના મુખ્યમંત્રીની જીભ લપસતા તેમણે કહ્યું હતું કે, ‘રાહુલ ગાંધીએ સર્જિકલ સ્ટ્રાઈકનું પ્રમાણ માગ્યું, તેમની મેન્ટાલિટી જુઓ, જનરલ બિપિન રાવત આપણા દેશનું ગૌરવ હતા. તેમના નેતૃત્વમાં ભારતે પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી, પણ રાહુલ ગાંધી બોલે છે કે પ્રમાણ આપો. શું અમે કોઈ દિવસ પ્રમાણ માગ્યું છે કે તમે રાજીવ ગાંધીના પુત્ર છો કે નહીં? તમને આર્મી પાસેથી પ્રમાણ માગવાનો શું અધિકાર છે. જો આર્મીએ કહી દીધું કે પાકિસ્તાનમાં બોમ્બ ફોડ્યો છે તો ફોડ્યો છે. સૈન્યએ કહ્યું કે સર્જિકલ સ્ટ્રાઈક કરી તો કરી છે. એર સ્ટ્રાઈક કરી છે તો કરી છે. શું તમને બિપિન રાવત પર ભરોસો નથી?’
અમેરિકા પાસેથી પ્રમાણ કેમ નથી માગતા?
જનસભા સંબોધન દરમિયાન હેમંતા બિસ્વા સરમાએ કોંગ્રેસ પર હુમલો કરતા કહ્યું કે અમેરિકા અને રશિયાની સાથે ભારતે પણ વેક્સિન બનાવી હતી. પણ કોંગ્રેસના લોકો વેક્સિન બનાવવાનું પ્રમાણ માગે છે. તેઓ અમેરિકા પાસેથી વેક્સિન બનાવવાનું પ્રમાણ કેમ નથી માગતા? જો ભારત કંઈ બનાવે છે તો તમને પ્રમાણ જોઈએ છીએ. પણ પાકિસ્તાન કે ચીન બનાવે તો તમે વખાણ કરો છો. અસમના મુખ્યમંત્રી હેમંતાએ વધુમાં કહ્યું કે, રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ચીનનું સૈન્ય આગળ વધી રહ્યું છે. પણ તમે ચીનનો પ્રચાર શા માટે કરો છો? કોંગ્રેસી પોતાના પરિવાર માટે જીવે છે, આ લોકો તૃષ્ટીકરણ કરે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
