Homeગામનાં ચોરેઆ એપ્લિકેશન દ્વારા વન વર્લ્ડ વન હેલ્થનું મિશન સફળ રહેશે: પ્રધાનમંત્રી

આ એપ્લિકેશન દ્વારા વન વર્લ્ડ વન હેલ્થનું મિશન સફળ રહેશે: પ્રધાનમંત્રી

Team Chabuk-National Desk: 21 જૂન 2021ના રોજ દુનિયાભરમાં 7મો યોગ દિવસ મનાવવાની શરૂઆત થઈ. સવારમાં સાડા છનાં ટકોરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કર્યું. તેમણે યોગના અનેકાધિક ફાયદાઓ ગણાવ્યા અને યોગ દિવસ વિશ્વભરમાં મનાવવા પર ખુશી પણ વ્યક્ત કરી. આ સાથે જ પીએમ મોદીએ mYoga એપ્લિકેશન પણ લોન્ચ કરવાની ઘોષણા કરી. ત્યારે પ્રધાનમંત્રીએ પોતાના ભાષણમાં કહેલી મહત્વની વાતો પર એક નજર કરીએ.

કોરોના મહામારી

પીએમ મોદીએ કહ્યું કે, આજે જ્યારે સમગ્ર વિશ્વ કોરોના મહામારીનો મુકાબલો કરી રહ્યો છે ત્યારે યોગ આશાની કિરણ બનીને ઉભર્યું છે. બે વર્ષથી દુનિયાભરના દેશોમાં અને ભારતમાં ભલે ખૂબ જ મોટાપાયે સાર્વજનિક કાર્યક્રમનું આયોજન ન થયું હોય. જોકે યોગ દિવસના પ્રત્યે ઉત્સાહ ઓછો નથી થયો. કોરોના હોવા છતાં આ વખતના યોગની થીમ યોગ અને વેલનેસે કોરોડો લોકોમાં ઉત્સાહનો સંચાર કર્યો છે. હું આજે યોગ દિવસ પર એ કામના કરું છું કે દરેક દેશ, દરેક સમાજ અને દરેક વ્યક્તિ સ્વસ્થ થાય. સૌ એક સાથે મળીને એક બીજાની તાકાત બને.

સમત્વમ યોગ ઉચ્યતે

આપણા ઋષિ મુનીઓએ યોગ માટે સમત્વમ યોગ ઉચ્યતેની પરિભાષા આપી છે. તેમણે સુખ દુખમાં સમાન રહેવા, સંયમને એક રીતે યોગનું પેરામીટર બનાવ્યું છે. આજે આ વૈશ્વિક ત્રાસદીમાં યોગને તેણે સાબિત કરી બતાવ્યું છે. કોરોનાના આ દોઢ વર્ષોમાં ભારત સહિત કેટલાય દેશોએ મોટા સંકટનો સામનો કર્યો છે.

સ્વસ્થ રહેવાનું સાધન બન્યું છે

દુનિયાના મોટાભાગના દેશો માટે યોગ દિવસ વર્ષો જૂનો સાંસ્કૃતિક પર્વ નથી. આ સંકટના સમયમાં, આટલી સમસ્યા વચ્ચે લોકો તેને ભૂલી શકતા હતા. તેની ઉપેક્ષા કરી શકતા હતા. જોકે તેની વિપરિત, લોકોમાં યોગનો ઉત્સાહ વધ્યો. યોગથી પ્રેમ વધ્યો છે. ગત્ત દોઢ વર્ષમાં યોગ લાખો લોકોના સ્વસ્થ રહેવાનું સાધન બન્યું છે.

યોગે વિશ્વાસ વધાર્યો

જ્યારે કોરોનાના અદૃશ્ય વાઈરસે દુનિયામાં પગ મૂક્યો. ત્યારે કોઈ પણ દેશ, સાધનોથી, સામર્થ્યોથી અને માનસિક અવસ્થાથી આ માટે તૈયાર નહોતો. આપણે સૌએ જોયું કે આવા મુશ્કેલ સમયમાં યોગ આત્મબળનું મોટું માધ્યમ બન્યું. યોગે લોકોમાં એ વિશ્વાસનું સંપાદન કર્યું કે આપણે આ બીમારી સામે લડી શકીએ છીએ.

સ્ટ્રેસથી સ્ટ્રેન્થ

ભારતે જ્યારે પણ સ્વાસ્થ્યની વાત કરી છે તો તેનો અર્થ માત્ર શારીરિક સ્વાસ્થ્ય નથી. જેથી યોગમાં ફિઝીકલ હેલ્થની સાથોસાથ મેન્ટલ હેલ્થ પર પણ એટલો જ ભાર મૂકવામાં આવ્યો છે. યોગ આપણને સ્ટ્રેસથી સ્ટ્રેન્થ અને નેગેટિવિટીથી ક્રિએટિવિટીનો રસ્તો દેખાડે છે. યોગ આપણને અવસાદથી ઉમંગ અને પ્રમાદ સુધી લઈ જાય છે.

ડોક્ટર અને નર્સ દર્દીઓને યોગ શીખવાડે છે

જ્યારે ફ્રન્ટલાઈન વોરિયર્સથી ડોક્ટર્સની સાથે વાત કરું છું તો મને બતાવે છે કે કોરોનાની વિરૂદ્ધ લડાઈમાં તેમણે યોગને જ પોતાનું સુરક્ષા કવચ બનાવ્યું. ડોક્ટરે યોગથી ખૂદને પણ મજબૂત કર્યા અને પોતાના દર્દીઓને સ્વસ્થ કરવામાં પણ યોગનો ઉપયોગ કર્યો. આજે હોસ્પિટલમાંથી એવી કેટલીય તસવીરો આવે છે જ્યાં ડોક્ટર અને નર્સ દર્દીઓને યોગ શીખવાડે છે. તો ક્યાંક દર્દી પણ પોતાના અનુભવને પ્રગટ કરે છે. પ્રાણાયામ, અનુલોમ-વિલોમ, જેવી શ્વાસોશ્વાસની કસરતથી આપણા રેસ્પિરેટરી સિસ્ટમને કેટલી તાકાત મળે છે. આ પણ વિશ્વના વિશેષજ્ઞોએ પોતે જ જણાવ્યું છે.

યોગ એ જ રસ્તો દેખાડે છે

મહાન તમિલ સંત શ્રી તિરૂવલ્લુવરજીએ કહ્યું છે કે જો કોઈ બીમારી છે તો તેના મૂળ સુધી જાઓ. બીમારીનું કારણ શું છે. એ ઓળખો. જે પછી તેનો ઈલાજ સુનિશ્ચિત કરો. યોગ એ જ રસ્તો દેખાડે છે. આજે મેડિકલ સાયન્સ પણ ઉપચારની સાથે સાથે હિલીંગ પર પણ એટલો જ ભાર આપે છે. અને યોગ હિલીંગ પ્રોસેસમાં મહત્વપૂર્ણ છે. આજે યોગના આ મુદ્દા પર વિશ્વભરના નિષ્ણાતો અનેક પ્રકારના સંશોધન કરી રહ્યા છે.

mYoga એપ્લિકેશન

હવે દુનિયાને mYoga એપ્લિકેશનની શક્તિ મળવા જઈ રહી છે. જેમાં કોમન યોગા પ્રોટોકોલના આધાર પર યોગના કેટલાય વીડિયો અલગ અલગ ભાષાઓમાં મળશે. મને પૂરો વિશ્વાસ છે કે આ એપ્લિકેશન દ્વારા વન વર્લ્ડ વન હેલ્થનું મિશન સફળ રહેશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments