Team Chabuk-Gujarat Desk: દરેક ગુજરાતી ગર્વ લઈ શકે તેવા સમાચાર આવ્યા છે. યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટની યાદીમાં ધોળાવીરા હેરિટેજ સાઈટને પણ સ્થાન અપાયું છે. આ અંગે યુનેસ્કોએ સત્તાવાર રીતે ટ્વીટ કરીને માહિતી આપી છે. આ ટ્વીટને મુખ્યમંત્રી દ્વારા રિટ્વીટ કરીને અધિકારીક રીતે જાહેર કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ યુનેસ્કો દ્વારા અગાઉ દેશનાં કાગદીય રુદ્રેશ્વર રામપ્પા મંદિરને પણ આ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું હતું. આ મંદિર તેલંગાણામાં આવેલું છે. આ મંદિરને પણ વર્લ્ડ હેરિટેજની યાદીમાં સ્થાન અપાયું હતું.
It is a matter of immense pride that the @UNESCO has conferred the World Heritage tag to Dholavira, a Harappan city in Kutch. This shows the firm commitment of our Honourable Prime Minister Shri @narendramodi ji towards promoting Indian culture and heritage. https://t.co/kDxflSQG4j pic.twitter.com/DJnuBYFyNU
— Vijay Rupani (@vijayrupanibjp) July 27, 2021
કચ્છના ખડીર બેટ પર આવેલું વિશ્વ પ્રસિદ્ધ સિંધુ-સરસ્વતી સભ્યતાના શહેર ધોળાવીરા હવે દેશનું 39મું વિશ્વ વિરાસત શહેર બને તેવી જાહેરાત કરવામાં આવી છે. ભુજથી લગભગ 200 કિલોમીટર ઉત્તરમાં ખડીરબેટ આવેલો છે. આ જ બેટ પર ધોળાવીરા ગામ વસ્યું છે. કચ્છના કોઈ પણ સામાન્ય ગામ જેવું જ લાગતુ આ ગામ એક અસામાન્ય ઇતિહાસ તેની ભીતરમાં લઇને બેઠું છે.
ભારત સરકારે ગત વર્ષે ધોળાવીરાને યુનેસ્કોને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સામેલ કરવા ડોઝિયર મોકલ્યું હતું. ત્યારબાદ યુનેસ્કોની ટીમ ધોળાવીરા આવીને હેરિટેજ સાઈટનું નિરીક્ષણ કર્યું હતું. ધોળાવીરાને યુનેકસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો આપ્યો હોવાની જાહેરાત રાજયના મુખ્યપ્રધાને ટ્વીટ દ્વારા જણાવ્યું હતું. ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળતા હવે ધોળાવીરાને વૈશ્વિક ઓળખ મળશે.
આ ઉપરાંત અમદાવાદ પહેલાથી જ વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સ્થાન ધરાવે છે. ત્યારે ગુજરાત માટે વધારે એક ગૌરવની બાબત છે. અત્રે નોંધનીય છે કે, ધોળાવીરા સૌથી પ્રાચીન સંસ્કૃતિઓ પૈકીની એક માનવામાં આવે છે. જેનાં અવશેષો આ સાઇટ પર છે. આ સંસ્કૃતિ તે સમયની સૌથી ઉન્નત એન્જિનિયરિંગ અને પોતાનાં વિઝન માટે દેશ વિદેશમાં જાણીતી છે. આ ગુજરાતનાં કચ્છ જિલ્લામાં આવેલી સાઇટ છે. 1990માં ખોદકામ દરમિયાન આ અવશેષો મળી આવ્યા હતા. આ ઉપરાંત આ સમગ્ર સાઇટ 250 હેક્ટર કરતા પણ વધારે વિસ્તારમાં ફેલાયેલી છે.
લગભગ ત્રણ દાયકા પહેલા થયેલા ઉત્ખનન કાર્ય બાદ ધોળાવીરાના અનેક રહસ્યો બહાર આવવા લાગ્યા હતા. ડો. આર.એન. બિસ્ટ દ્વારા 1991 અને 1992માં ધોળાવીરામાં સંશોધન કાર્ય કરાયુ હતું. કેન્દ્ર સરકારે વર્ષ 2020માં યુનેસ્કોને ધોળાવીરાનું ડોઝિયર મોકલ્યું હતું. જેના ભાગરૂપે ચારેક માસ પહેલા યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટી ધોળાવીરાની મુલાકાત માટે આવી હતી. જેમાં ધોળાવીરાની આસ-પાસ ભૂસ્તરીય મહત્વના સ્થળો કેવી રીતે વિકસાવી શકાય અને તેનું મહત્વ આંતરરાષ્ટ્રીય સ્તરે કેવું છે તે વિશે કહેવમાં આવ્યું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત