Team Chabuk-Gujarat Desk: હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વરસાદની આગાહી પ્રમાણે દ્વારકામાં વહેલી સવારથી જ ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. યાત્રાધામ દ્વારકામાં વહેલી સવારે સાડા ત્રણ વાગ્યા આસપાસ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. વીજળીના કડાકા અને વરસાદ શરૂ થતા વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. દ્વારકા નગરીમાં આજે રામનવમીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામા આવશે ત્યારે વરસાદ પડવાથી ભક્તોને ઉત્સવ ઉજવવામાં મુશ્કેલી પડી શકે છે. યાત્રાધામ દ્વારકામાં ભારે ગાજવીજ શાથે કમોસમી વરસાદ પડતા સમગ્ર દ્વારકાના રોડ રસ્તા પાણી પાણી થઈ ગયા હતા.
તો આ તરફ અમદાવાદ શહેરમાં પણ અચાનક સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. રાયપુર, પાલડી, કાલુપુર, ખાડીયા સહિતના વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે. બીજી તરફ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગુરૂવારે ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે દાહોદ અને મહીસાગર પંથકમાં હળવો વરસાદ પડી શકે છે.
હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, દાહોદ, મહીસાગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છમાં ગાજવીજ સાથે હળવો કમોસમી વરસાદ પડશે. વરસાદની સાથે સાથે અમુક વિસ્તારોમાં તેજ પવન ફૂંકાવાના પણ સંકેતો આપવામાં આવ્યાં છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત