Homeવિશેષદુલ્હને માતા-પિતા માટે ગાયુ ગીત, લગ્નમાં હાજર તમામ લોકો રડી પડ્યા, જુઓ...

દુલ્હને માતા-પિતા માટે ગાયુ ગીત, લગ્નમાં હાજર તમામ લોકો રડી પડ્યા, જુઓ વીડિયો

Team Chabuk-Vishesh Desk: હાલ સોશિયલ મીડિયા પર અનેક એવા વીડિયો વાયરલ થઈ રહ્યા જે વીડિયો જોઈને ખડખડાટ હસી પણ પડતા હોઈએ છીએ. તો અનેક એવા વીડિયો જોઈને આપણી આંખોમાંથી આંસુ પણ આવી જતા હોય છે. હાલ આવો જ એક વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જે જોઈને લોકોને પોતાના માતા-પિતાની યાદ આવી રહી છે.

વીડિયોમાં એક દીકરીએ પોતાના લગ્નમાં રડતા-રડતા પોતાના માતા-પિતા માટે ગીત ગાઈ રહી છે અને ડાન્સ કરી રહી છે. વીડિયો જોઈને તમે પણ ભાવુક થઈ જશો. કોઈ પણ દીકરી ભલે પોતાના લગ્નમાં અંદર ગમે તેટલી ખુશ હોય પરંતુ તેને એક વાતનું તો હંમેશા જરૂર દુઃખ હોય છે કે તેને પોતાનું પિયર છોડવાનું છે. આ વીડિયોમાં પણ દીકરીએ પોતાના દિલની અંદર રહેલી ભાવના વ્યક્ત કરી છે. ઈનસ્ટાગ્રામ પર એક આ વીડિયો શેર કરવામાં આવ્યો છે.

વીડિયોમાં દુલ્હન સ્ટેજ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. દુલ્હનની આંખમાં આસુ છે. દુલ્હન પોતાના માતા પિતાએ અત્યાર સુધી કર્યું તેનો ભાવ રજૂ કરી રહી છે.વાયરલ થઈ રહેલા વીડિયોમાં લગ્ન પ્રસંગની અંદર બેગ્રાઉન્ડની અંદર રબને બનાદી જોડી ફિલ્મનું ગીત વાગી રહ્યું છે.. ત્યાં સ્ટેજ ઉપર ઉભેલી દુલ્હન પણ ગીત ગાઈ રહી છે. દુલ્હન ખુબજ ભાવુક જોવા મળી રહી છે.

વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, દુલ્હને પોતાના માતા પિતા માટે ડાન્સ કર્યો હતો અને તે ઈમોશનલ થઈ ગઈ હતી.અત્યાર સુધીમાં લાખો લોકોએ આ વીડિયો જોયો છે. 8 લાખથી વધુ લોકોએ વીડિયોને પસંદ કર્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments