Homeગુર્જર નગરીમહેંદી હત્યા કેસમાં નવો વળાંક

મહેંદી હત્યા કેસમાં નવો વળાંક

Team Chabuk-Gujarat Desk: રાજ્યભરમાં ખૂબ જ ચર્ચિત બનેલા હિના પેથાણી ઉર્ફે મહેંદી હત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. પ્રેમિકા મહેંદીની હત્યા કર્યા બાદ આરોપી પ્રેમી સચિન દીક્ષિતે પ્રેમિકા થકી થયેલા બાળક શિવાંશને ગાંધીનગરના પેથાપુરની એક ગૌશાળામાં ત્યજી દીધો હતો અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ પોલીસે બાળકના પિતા અને આરોપી સચિન દીક્ષિતની ધરપકડ કરી લીધી હતી. હાલ તરછોડાયેલું બાળક શિવાંશ અમદાવાદના ઓઢવમાં આવેલા એક બાળ સંરક્ષણ ગૃહમાં છે. ત્યારે બાળકનો કબજો લેવા અંગે આરોપી સચિન દીક્ષિતના પિતાએ ઈનકાર કરી દીધો છે.

પેથાપુરની ગૌશાળામાં તરછોડાયા બાદ દસ મહિનાના નિર્દોષ બાળક શિવાંશની સાર સંભાળ સ્થાનિક લોકો અને તંત્રએ ખૂબ જ સારી રીતે કરી હતી. બાળકને દત્તક લેવા માટે પણ અનેક લોકો આગળ આવ્યા હતા. 150 જેટલા લોકોએ પહેલાં દિવસે જ શિવાંશને દત્તક લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ બાળકના પિતાની ઓળખ થયા બાદ આ બાળકનો ઉછેર હવે કોણ કરશે તે અંગે સવાલ ઉભા થયા હતા. બાળકના પિતા સચિન દીક્ષિત મળી જતાં માતા હિના પેથાણી ઉર્ફે મહેંદીની હત્યાનો પણ ઘટસ્ફોટ થયો હતો. ત્યારે બાળકના ભવિષ્ય પર સવાલ ઉભો થયો હતો.

હાલ બાળક શિવાંશના પિતા સચિન દીક્ષિત જેલની હવા ખાઈ રહ્યો છે. અને માતાની હત્યા થઈ ચૂકી છે. ત્યારે બાળકનો કબજો લોહીના સંબંધોના હિસાબે પ્રથમ હક્ક બાળકના દાદા એટલે કે સચિન દીક્ષિતના પિતા નંદકિશોર દીક્ષિતનો બને છે. જો કે સચિન દીક્ષિતના પિતા નંદકિશોર દીક્ષિતે બાળક શિવાંશનો કબજો લેવાની ના પાડી દીધી છે. જેથી બાળકના ભવિષ્ય અંગે સવાલ ઉભો થયો છે.

ADV

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments