Team Chabuk-National Desk: મુંબઈ ડ્રગ્સ કેસ મામલે મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે (navab malik) આજે સવારે વધુ એક પ્રેસ કોન્ફરન્સ કરીને દેવેન્દ્ર ફડણવીસ પર પ્રહાર કર્યા છે. નવાબ મલિકે કહ્યું કે, હું કોઈના ઉપર હવામાં આરોપ (alligation) નથી લગાવતો પરંતુ તથ્યોની સાથે સમગ્ર મામલો સામે લાવ્યા છીએ. હું ફરી એકવાર કહેવા માંગુ છું કે સમીર વાનખેડે (sameer vankhede) દેવેન્દ્ર ફડણવીસની ખૂબ નજીક છે. વાનખેડે ડ્રગ્સ મામલે કરોડોની લેનદેન કરે છે. તેમના અન્ય અધિકારીઓ માત્ર 700 થી લઈને 1000 રૂપિયાનો શર્ટ પહેરે છે. પરંતુ વાનખેડે 70 હજાર રૂપિયાનો શર્ટ પહેરીને ફરે છે. સમીર વાનખેડે દરરોજ નવો શર્ટ પહેરીને આવે છે. તેમણે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ પાછળ છોડી દીધા છે. એટલું જ નહીં સમીર વાનખેડે બે લાખના પગરખાં, 25 લાખ રૂપિયાની ઘડિયાળ પહેરે છે. એક સામાન્ય અધિકારી પાસે આટલું બધું ક્યાથી આવે છે.
નવાબ મલિકે કહ્યું કે ગઈકાલે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, નવાબ મલિકના જમાઈના ઘરેથી ગાંજો મળી આવ્યો છે. પોતાના નજીકના સમીર વાનખેડે પાસેથી પંચનામું મંગાવી લો. નવાબ મલિકના જમાઈના ઘરેથી કોઈ ગાંજો કે આપત્તિજનક વસ્તુ મળી નથી. તેનું પંચનામું વાનખેડે પાસે છે.
નવાબ મલિકે કહ્યું કે સમીર વાનખેડે જ્યારથી આ વિભાગમાં આવ્યા છે ત્યારથી તેમણે પોતાની એક ખાનગી આર્મી ઉભી કરી છે. આ ખાનગી આર્મી શહેરમાં ડ્રગ્સનો વેપાર કરી રહી છે. નાના-નાના મામલા બહાર આવે છે. લોકોને ફસાવવામાં આવે છે. વાનખેડે મારફતે હજારો કરોડ રૂપિયા પડાવવામાં આવે છે.
નવાબ મલિકને અંડરવર્લ્ડ સાથે સંબંધો હોવાના દેવેન્દ્ર ફડણવીસના આરોપ અંગે નવાબ મલિકે કહ્યું કે, કોઈની હિંમત નથી કે તેમના પર આંગળી ઉઠાવી શકે. નવાબ મલિકે એનસીબી અધિકારી સમીર વાનખેડેને લઈને કહ્યું કે, સમીર વાનખેડે મારફતે આ સમગ્ર રેકેટમાં લગભગ હજાર કરોડ રૂપિયા પડાવવામાં આવ્યા છે. નવાબ મલિકે આગળ કહ્યું કે, દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે તેઓ દિવાળી પછી બોમ્બ ફોડશે. તમારે રાહ જોવાની જરૂર નથી, ઝડપથી ખુલાસો કરો.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત