Homeગુર્જર નગરીદુષ્કર્મ અને હત્યા કેસ: આરોપીને પોર્ન વીડિયોવાળુ મેમરીકાર્ડ આપનારા શખ્સની ધરપકડ, 300...

દુષ્કર્મ અને હત્યા કેસ: આરોપીને પોર્ન વીડિયોવાળુ મેમરીકાર્ડ આપનારા શખ્સની ધરપકડ, 300 રૂપિયામાં વેચતો કાર્ડ

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં હવે દુષ્કર્મના કેસમાં પોલીસની કામગીરી તેજ બની રહી છે. આરોપીઓને જલદીમાં જલદી જેલના સળિયા પાછળ ધકેલવા અને ગુનાઓ ડામવા પોલીસ કડક પગલાં લઈ રહી છે. ગજરાતમાં માત્ર 7 દિવસમાં દુષ્કર્મ બાદ હત્યા મામલે સુરત કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દેવામાં આવી છે. પાંડેસરા પોલીસ અધિકારીઓની કામગીરી આખરે રંગ લાવી છે.

સુરતના વડોદમાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં સુરત પોલીસે માત્ર 7 જ દિવસમાં ચાર્જશીટ રજૂ કરી દીધી છે. આ મુદ્દે સુરત શહેરના પાંડસેરા પોલીસ સ્ટેશનના પીઆઈ એપી ચૌધરીએ જણાવ્યું હતું કે, બાળકીને શોધવા માટે 100થી વધુ પોલીસ જવાનોએ કામગીરી કરી હતી. આરોપીને ઝડપી પાડ્યા બાદ 7 જ દિવસમાં 246 પાનાની ચાર્જશીટ સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. 246 પાનાંની ચાર્જશીટમાં મુખ્ય સાક્ષીઓના નિવેદન, CCTV ફૂટેજ, મેડિકલમાં FSLનો રિપોર્ટ, ઓળખ પરેડની કામગીરી સહિતના પુરાવાનો સમાવેશ કરાયો છે.

ગત ચાર નવેમ્બરે દિવાળીના દિવસે અઢી વર્ષની બાળકીનું તેના જ ઘરના આંગણામાંથી અપહરણ થયું હતું. ત્યારબાદ આરોપીએ બાળકી પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરી દીધી હતી. અઢી વર્ષની બાળકીની લાશ ઘરથી 300 મીટરના અંતરે મળી હતી. બાળકી પર દુષ્કર્મ આચરી ગળું દબાવી હત્યા કરાઈ હતી. પોલીસે આરોપીને 8 નવેમ્બરના રોજ ઝડપી પાડ્યો હતો. જે હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં બંધ છે. દરમિયાન પોલીસ દ્વારા આરોપી પકડાયાના 7 દિવસમાં જ 246 પાનાંની ચાર્જશીટ રજૂ કરી દેવામાં આવી છે. આરોપી વિરુદ્ધના દસ્તાવેજી પુરાવા સરકારી વકીલે કોર્ટમાં રજુ કર્યા છે. લીગલ વિભાગ દ્વારા આરોપી તરફે વકીલની ફાળવણી કરાઈ છે. હવે આવતી કાલથી પુરાવાઓ પર કોર્ટની કાર્યવાહી શરૂ થશે.

advertisement-1

હાલ આરોપી ગુડ્ડુકુમાર મધેશ યાદવ હાલ રિમાન્ડ હેઠળ છે. આરોપી પાસે પોલીસે રિકન્ટ્રક્શન પણ કરાવ્યું હતું. પોલીસ તપાસમાં આરોપીના મોબાઈલમાંથી મળેલા પોર્ન વીડિયો બાબતે કેટલીક વિગતો સામે આવી છે.

તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી ગુડ્ડુએ વડોદના આશીર્વાદ નગરમાંથી મોબાઈલની દુકાનમાંથી કાર્ડ લીધી હતું. જેના આધારે પોલીસે જય અંબે નામની દુકાનમાં દરોડા પાડયા હતા અને દુકાનદાર લક્કી ઉર્ફે સાગર વિજય શાહની ધરપકડ પણ કરી હતી. સાતે જ પોર્ન વીડિયો વાળું મેમરી કાર્ડ, કોમ્પ્યુટર અને કાર્ડ રીડર જપ્ત કર્યું હતું. આરોપી લક્કી પોર્ન વીડિયોવાળું મેમરીકાર્ડ 300 રૂપિયામાં વેચતો હોવાનો ખુલાસો થયો છે. હાલ આ મુદ્દે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments