Homeસિનેમાવાદઅક્ષય ખુશ હુઆ: ગુજરાત અને સૌરાષ્ટ્રે મુંબઈને પછાડી સૂર્યવંશીને અધધધ કમાણી કરાવી...

અક્ષય ખુશ હુઆ: ગુજરાત અને સૌરાષ્ટ્રે મુંબઈને પછાડી સૂર્યવંશીને અધધધ કમાણી કરાવી આપી

Team Chabuk-Cinema Desk: અક્ષય કુમાર અને કેટરીના કૈફને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી અને રણવીર સિંહ અને અજય દેવગનના કેમિયોવાળી સૂર્યવંશી ફિલ્મે રિલીઝના દસ દિવસમાં બોક્સઓફિસ પરથી 150 કરોડની કમાણી કરી બોલિવુડની કોરોનાના કારણે ગબડી ગયેલી ગાડીને ફરી પાટા પર લાવવાનું કામ કર્યું છે. ફિલ્મ સૂર્યવંશીના કમાણીના આંકડાઓનું વિતરણ ક્ષેત્રોના હિસાબથી વિશ્લેષણ કરીએ તો ચોંકાવનારા તથ્ય સામે આવી રહ્યા છે. આ ફિલ્મે મુંબઈ અને મહારાષ્ટ્ર, દિલ્હી-ઉત્તર પ્રદેશ અને ઈસ્ટ પંજાબ કરતા વધારે વેપાર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિતરણ ક્ષેત્રમાં કર્યો છે. કોરોના પહેલા મુંબઈમાં ફિલ્મો સૌથી વધારે કમાણી કરે છે પણ કોરોનાની બીજી લહેર બાદ હવે ગુજરાત અને સૌરાષ્ટ્ર દિવાળી પર કમાણીનું વડું મથક બની ગયું છે.

ફિલ્મ સૂર્યવંશીનું નિર્માણ રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટે કરણ જોહર, રોહિત શેટ્ટી અને અક્ષય કુમારની કંપનીઓ સાથે મળીને કર્યું છે. એટલે કે આ કંપનીઓ પણ નફાની ભાગીદાર છે. 200 કરોડ રૂપિયાના ખર્ચ સાથે રિલીઝ થયેલી ફિલ્મ સૂર્યવંશી રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ માટે ભલે મોટો નફો રળી ન આપે પરંતુ સિનેમાઘરોમાં દર્શકોને પરત લાવવાનું આકરું કામ તેણે કર્યું છે.

સૂર્યવંશીના કારણે આવનારી હિન્દી ફિલ્મોના ઉત્સાહમાં પણ વધારો થયો છે. 145 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી ફિલ્મ માટે પહેલા જ નિર્માતાઓ 25 કરોડ પ્રમોશન પેટે ખર્ચ કરી ચૂક્યા હતા. ફિલ્મ 18 મહિના બાદ રિલીઝ થઈ હોવાથી તેના પર લાગેલા વ્યાજના આધારે તેનું બજેટ 20થી 25 કરોડ રૂપિયા વધી ગયું હતું. આ સિવાય ફિલ્મના સેટેલાઈટ રાઈટ્સ અને વિદેશમાં થયેલી કમાણી પણ ફિલ્મનો નફો જ છે.

રિલીઝના દસ દિવસમાં સૂર્યવંશીએ 151.20 કરોડ રૂપિયાની જે કમાણી કરી, તેનો અડધાથી વધારે હિસ્સો ગુજરાત અને સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર અને દિલ્હી તથા ઉત્તર પ્રદેશ વિતરણ ક્ષેત્રે એ કમાણી કરાવી આપ્યો છે. બાકી કોઈ જગ્યાએ ફિલ્મે કમાણીમાં બે આંકડાને પાર નથી કર્યો. આશ્ચર્યની વાત છે કે પંજાબમાં સૂર્યવંશીની કમાણી કુલ આવકના માત્ર પાંચ ટકા જ રહી છે. જ્યાં તેણે 7.65 કરોડ રૂપિયાની કમાણી કરી. તેનાથી વધારે કમાણી રાજસ્થાનમાં 8.59 અને સીપીમાં 8.97 કરોડ રૂપિયા રહ્યો છે.

ગુજરાત અને સૌરાષ્ટ્ર ફિલ્મ વિતરણ ક્ષેત્રમાં સૂર્યવંશીએ 33.96 કરોડ રૂપિયા રિલીઝના પહેલા દસ દિવસમાં કમાઈ આપ્યા છે. જે તેની કુલ કમાણીના 22 ટકા છે. એ પછી મહારાષ્ટ્રમાં કુલ કમાણીના 21 ટકા એકઠા કરતા કુલ 31.11 કરોડ રૂપિયાની કમાણી કરી છે. દિલ્હી અને ઉત્તર પ્રદેશ ફિલ્મ વિતરણ ક્ષેત્રમાં સૂર્યવંશીએ 25.71 કરોડ રૂપિયાની કમાણી કરી છે અને આ આંકડો 17 ટકા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments