Team Chabuk- National Desk: છત્તીસગઢની રાજધાની રાયપુરના રેલવે સ્ટેશન પર ટ્રેનમાં ધડાકો થવાથી સીઆરપીએફના છ જવાન ઘાયલ થાય છે. બ્લાસ્ટ સવારમાં 6 વાગ્યે થયો હતો. સીઆરપીએફની 211મી બટાલીયનના જવાન સ્પેશિયલ ટ્રેન મારફતે જમ્મુ જઈ રહ્યા હતા ત્યારે ગ્રેનેડ (જે ડમી કારતૂસ બોક્સમાં રાખ્યું હતું.) ટ્રેનની બોગીમાં રાખતા જ ફૂટી ગયું હતું. સીઆરપીએફના એક જવાનની હાલત ગંભીર છે જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાસ્થળ પર સીઆરપીએફના અન્ય અધિકારીઓ પણ પહોંચી ચૂક્યા છે.
Chhattisgarh | Four CRPF personnel injured in an explosion caused after a box containing igniter set fell on the floor in a CRPF Special Train at Raipur railway station, says Raipur Police
— ANI (@ANI) October 16, 2021
આ પહેલા 17 જૂનના રોજ સિંકદરાબાદથી દરભંગા જંક્શન પહોંચેલી સિકંદરાબાદ દરભંગા એક્સપ્રેસના પાર્સલ વેનથી ઉતારવામાં આવેલા રેડીમેડ કપડાના પેકેટમાં બ્લાસ્ટ થઈ ગયો હતો. ટ્રેન બપોરના સમયે 1:18 વાગ્યે પ્લેટફોર્મ નંબર બે પર રોકાઈ હતી. એ પછી પાર્સલ વેનમાંથી સામાનોના પેકેટ ઉતારવા લાગ્યા. 3-25ના ટકોરે રેડિમેડ કાપડના પેકેટમાં બ્લાસ્ટ થઈ ગયો. દરભંગા રેલવે સ્ટેશનમાં થયેલા બ્લાસ્ટનું પાકિસ્તાની કનેક્શન પણ સામે આવ્યું હતું.


વર્ષ 2019માં કાનપુરની પાસે કાલિન્દી એક્સપ્રેસમાં ધમાકો થયો હતો. કાનપુર સેન્ટ્રલથી ભિવાની જનારી કાલિન્દી એક્સપ્રેસ બર્રાઝપુર સ્ટેશન પર ઉભી હતી. એ સમયે ત્યાં ટોયલેટમાં વિસ્ફોટ થયો હતો. ધમાકો થતાં અફરા તફરી મચી ગઈ હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત