Homeસિનેમાવાદ31 વર્ષની અલ્પ આયુમાં સાઉથ કોરિયાની અભિનેત્રી કિમ મી સૂનના નિધનથી તેના...

31 વર્ષની અલ્પ આયુમાં સાઉથ કોરિયાની અભિનેત્રી કિમ મી સૂનના નિધનથી તેના જગતભરના ફેન્સ સ્તબ્ધ

Team Chabuk-Cinema Desk: સાઉથ કોરિયન ફિલ્મ ઉદ્યોગ જગતની ખ્યાતનામ અભિનેત્રી કિમ મી સૂનું આકસ્મિક નિધન થયું છે. સોશિયલ મીડિયા પર કિમના નિધનની ખબર વાયુવેગે ફેલાઈ જતાં તેમના ફેન્સ નિરાશમાં ગરકાવ થઈ ગયા હતા. સ્નોડ્રોપ્સ નામની ટેલિવિઝન શ્રેણીના કારણે ઘરે ઘરે ચર્ચાયેલી અભિનેત્રીએ 31 વર્ષની અલ્પ આયુમાં દુનિયાને અલવિદા કહી દીધું હતું. પાંચ જાન્યુઆરીના રોજ તેણે અંતિમ શ્વાસ લીધા હતા.

જોકે અભિનેત્રીના મૃત્યુ પાછળનું મુખ્ય કારણ શું છે તે હજુ સ્પષ્ટ રૂપે સામે નથી આવ્યું. તેમની એજન્સી દ્વારા અધિકારીક નિવેદન પસાર કરી મોત અંગેની પુષ્ટી કરવામાં આવી હતી. સાથે જ એજન્સી દ્વારા તેમના ફેન્સને વિનવણી કરવામાં આવી હતી કે મોત અંગે કોઈ પણ જાતની અફવા ન ફેલાવે, કારણ કે આ સમયે અભિનેત્રીનો પરિવાર ઊંડા શોકમાં ગરકાવ છે.

અભિનેત્રી કિમ મી સૂ રૂપેરી પડદે પોતાના ઉત્તમ અને ઉત્કૃષ્ટ અભિનયના કારણે ઓળખાતી હતી. અભિનેત્રીએ હાય બાય મામા, ધ સ્કૂલ નર્સ ફાઈલ્સ અને યૂમીઝ સેલ પ્રોજેક્ટ્સમાં નજર આવી ચૂકી હતી. સ્નોડ્રોપને લઈ તેણી ચર્ચામાં હતી. 2020-21ની સાલમાં નેટફ્લિક્સ દ્વારા પ્રોડ્યુસ બે શૉ ધ સ્કૂલ નર્સ ફાઈલ્સ સિવાય હેલબાઉન્ડમાં પણ તેણી જોવા મળી હતી.

સ્નોડ્રોપને લઈ અભિનેત્રીને વિવાદોનો પણ સામનો કરવો પડ્યો હતો. કોરિયાના ઈન્ટરનેટ યુઝર્સે દ્વારા આરોપ લગાવવામાં આવ્યા હતા કે સીરિઝ દક્ષિણ કોરિયામાં 1980ના દાયકામાં લોકતંત્ર સમર્થક આંદોલનને વિકૃત કરવા અને રાષ્ટ્રીય સુરક્ષા યોજના માટે બદનામ એજન્સીનું મહિમામંડન કરે છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments