Homeગુર્જર નગરીઉત્તરાખંડ બસ દુર્ઘટનાઃ 2 મહિલા સહિત 7 મૃતકો ભાવનગર જિલ્લાના વતની

ઉત્તરાખંડ બસ દુર્ઘટનાઃ 2 મહિલા સહિત 7 મૃતકો ભાવનગર જિલ્લાના વતની

Team Chabuk-Gujarat Desk: ઉત્તરાખંડમાં બસ દુર્ઘટનામાં મોતને ભેટેલા તમામ લોકો ભાવનગરના વતની હોવાનું સામે આવ્યું છે. ભાવનગરની બે મહિલા સહિત ચાર પુરુષોએ ઉત્તરાખંડની જમીન પર જ અંતિમ શ્વાસ લીધા છે. ધાર્મિક યાત્રા દરમિયાન મોત મળતા તેમના પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.
તમામ લોકો ગંગોત્રી ધામની યાત્રા પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા. ગંગનાની પાસે ડ્રાઈવરે બસ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. જેના કારણે બસ ક્રેશ બેરિયર તોડીને 50 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી અને બાદમાં વૃક્ષો વચ્ચે અટકી ગઈ હતી.

અકસ્મતામાં મૃત્યુ પામેલાની યાદી

1.ગીગાભાઈ ભમ્મર રહે.તળાજા

2.મીનાબેન કમલેશકુમાર ઉપાધ્યાય રહે.દેવરાજનગર, ભાવનગર

3.જોશી અનિરુદ્ધ હસુમખભાઈ રહે. તળાજા

  1. દક્ષા મહેતા રહે.મહુવા

5.ગણપત મહેતા રહે.મહુવા

6.કરણ ભાદરી. રહે.પાલિતાણા

7.રાજેશ મેર રહે. અલંગ

ઉત્તરાખંડમાં ગુજરાતીઓને લઈ જઈ રહેલી બસ ખીણમાં ખાબકી છે. આ બસમાં કુલ 35 મુસાફરો હોવાનું સામે આવ્યું છે. દુર્ઘટનામાં 7 શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા છે, જ્યારે 27 ઈજાગ્રસ્ત થયા છે. દુર્ઘટનાની જાણ થતાં જ એસપી, એસડીએમ, એસડીઆરએફ, એનડીઆરએફ, ફાયર સર્વિસ અને ઉત્તરકાશીની 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે છે.
અહેવાલ અનુસાર, ગંગોત્રીથી ઉત્તરકાશી બસ નં.UK 07 PA 8585 જઈ રહી હતી.

Uttarakhand bus accident

આ દરમિયાન ગંગોત્રી હાઈવે પર ગંગનાની પાસે ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવતા બસ ખીણમાં ખાબકી હોવાના અહેવાલો મળ્યા છે. ઘટનામાં 7 લોકોના મોત થયા છે. હાલ બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે અને અત્યાર સુધીમાં કુલ 19 લોકોને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા છે. આ ઘટના બપોરે 3.00 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાઈ રહ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments