Team Chabukl-Sports Desk: ટીમ ઈન્ડિયાએ બીજી ટી20માં આયર્લેન્ડને 33 રને હાર આપી છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ શ્રેણી 2-0થી જીતી લીધી છે. આયર્લેન્ડને મેચ જીતવા માટે 186 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. યજમાન ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 152 રન જ બનાવી શકી હતી. આયર્લેન્ડ માટે ઓપનર એન્ડ્ર્યુ બલબિર્નીએ 51 બોલમાં 72 રનની શાનદાર ઈનિંગ રમી હતી, પરંતુ તે ટીમને જીત તરફ લઈ જઈ શક્યો નહોતો. ભારત તરફથી જસપ્રીત બુમરાહ ઉપરાંત પ્રસિદ્ધ ક્રિશ્ના અને રવિ બિશ્નોઈએ 2-2 વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહને 1 સફળતા મળી.
આયરલેન્ડની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમ 19ને કેપ્ટન પોલ સ્ટર્લિંગ અને લોર્કન ટકરના રૂપમાં બે આંચકા લાગ્યા, જેમને પ્રસિદ્ધ ક્રિષ્ણાએ શિકાર બનાવ્યા. આ પછી 28ના સ્કોર પર ટીમને ત્રીજો ફટકો હેરી ટેક્ટરના રૂપમાં લાગ્યો હતો જે 7 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. પ્રથમ 6 ઓવરમાં આયરિશ ટીમ માત્ર 31 રન સુધી જ પહોંચી શકી હતી.
ઓપનિંગ બેટ્સમેન એન્ડ્રુ બાલ્બિર્નીએ આયર્લેન્ડની ઇનિંગ્સને આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢવાની જવાબદારી લીધી અને કર્ટિસ કેમ્ફર સાથે ચોથી વિકેટ માટે 35 રનની ભાગીદારી કરી. 63ના સ્કોર પર આયર્લેન્ડને ચોથો ફટકો કેમ્પરના રૂપમાં લાગ્યો હતો જે 18 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. અહીંથી બાલ્બિર્નીને જ્યોર્જ ડોકરેલનો સાથ મળ્યો અને બંને વચ્ચે પાંચમી વિકેટ માટે 30 બોલમાં 52 રનની ભાગીદારી જોવા મળી.
A win by 33 runs in the 2nd T20I in Dublin ????#TeamIndia go 2⃣-0⃣ up in the series!
— BCCI (@BCCI) August 20, 2023
Scorecard ▶️ https://t.co/vLHHA69lGg #TeamIndia | #IREvIND pic.twitter.com/TpIlDNKOpb
બાલ્બિર્ની અને ડોકરેલ વચ્ચેની ભાગીદારી 115ના સ્કોર પર સમાપ્ત થઈ જ્યારે ડોકરેલ રન આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો. આ પછી અર્શદીપ સિંહે 72 રનના અંગત સ્કોર પર એન્ડ્ર્યુ બાલ્બિર્નીને પેવેલિયન મોકલીને આયર્લેન્ડની હાર નિશ્ચિત કરી હતી. માર્ક એડેરે ચોક્કસપણે 14 બોલમાં 23 રનની ઇનિંગ રમી હતી પરંતુ તે પોતાની ટીમને હારથી બચાવી શક્યો નહોતો. આયર્લેન્ડની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 152 રન જ બનાવી શકી હતી.
મહત્વનું છે કે, આયરલેન્ડ સામેની 3 મેચની સિરીઝમાં ભારતીય સ્ટાર બોલર જસપ્રિત બુમરાહે ટી-20 ફોર્મેટના કેપ્ટનશીપમાં ડેબ્યૂ કર્યું છે. આ પહેલાં બુમરાહ ભારતીય ટીમ માટે ટેસ્ટ મેચમાં કેપ્ટનશીપ કરી ચુક્યો છે. બુમરાહે કેપ્ટન તરીકે પોતાની પહેલી મેચમાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બીજી મેચમાં આયરલેન્ડે ટોસ જીત્યો હતો અને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો હતો.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત