Homeગુર્જર નગરીમોંઘવારીથી કંટાળેલા ભાજપના કાર્યકરે જ પૂર્વ મંત્રી યોગેશ પટેલની કાર સળગાવી હતી

મોંઘવારીથી કંટાળેલા ભાજપના કાર્યકરે જ પૂર્વ મંત્રી યોગેશ પટેલની કાર સળગાવી હતી

Team Chabuk-Gujarat Desk: વડોદરા શહેરમાં રાજ્ય સરકારના પૂર્વ મંત્રી યોગેશ પટેલની કાર સળગાવવા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. પૂર્વ મંત્રી યોગેશ પટેલની કાર સળગાવવાના આરોપમાં ઝડપાયેલા આરોપીએ પોલીસ સામે ગુનાની કબૂલાત કરતાં કહ્યું હતું કે, મોંઘવારી વધારી છે એટલે કારમાં આગ લગાવી હતી. આરોપીએ મોંઘવારી ઓછી નહીં કરતાં હોવાથી કારમાં આગ લગાવી હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું છે. વધુ ચોંકાવનારી વાત એ છે કે, આરોપી ભાજપનો જ કાર્યકર્તા છે.

વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કેસની તપાસ કરવામાં આવી રહી છે. ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલે પોતાની કાર જ્યુબિલી બાગ પોલીસ ચોકી પાસે પાર્ક કરી હતી. બે દિવસ પહેલા અચાનક રાત્રે તેમની કારમાં આગ લાગી હતી. યોગેશ પટેલના ડ્રાઈવર ગૌરાંગ ઉર્ફે ભૂરો પટેલે આ મામલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કારમાં આગ લગાવતા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. જેમાં બાઇક પર આવેલ મોહમ્મદ હનીફ દારૂવાલા નામના શખ્સે કારમાં આગ લગાવી હોવાનુ સામે આવ્યું હતું. પોલીસે આરોપી મોહમ્મદ હનીફ દારૂવાળાની અટકાયત કરી હતી. 

આરોપી મોહમ્મદ અનિશ દારૂવાલાએ પૂર્વ મંત્રી યોગેશ પટેલની કારમાં આગ લગાવી હતી ત્યારે પોલીસ પકડમા આવેલ આરોપીએ પોતે પણ ભાજપનો કાર્યકર હોવાનું જણાવ્યું હતું. આરોપીએ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને પણ ઓળખતો હોવાનો દાવો કર્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, અનિશ દારૂવાલા અગાઉ હથિયાર અને જુગારના કેસમાં ઝડપાયો હતો. મોહમ્મદ અનિશ દારૂવાલાએ પૂર્વ મંત્રીની કારમાં આગ લગાડી હતી. આરોપીએ મોંઘવારી ઓછી નહીં કરતા હોવાથી કાર સળગાવ્યાનું પોલીસને જણાવ્યું હતું.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments