Homeદે ઘુમા કેભારત VS વેસ્ટ ઈન્ડિઝ: છેલ્લા વીસ વર્ષથી જે નથી થયું એ કરી...

ભારત VS વેસ્ટ ઈન્ડિઝ: છેલ્લા વીસ વર્ષથી જે નથી થયું એ કરી બતાવવાની તક રોહિત શર્મા પાસે છે

Team Chabuk- Sports Desk: ભારત અને વેસ્ટ ઈન્ડિઝની વચ્ચે છ ફેબ્રુઆરીથી વનડે શ્રેણીનો આરંભ થઈ રહ્યો છે. આ વનડે શ્રેણી ભારતીય ટીમ માટે મહત્વની રહેશે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા પ્રથમ વખત નિયમિત રૂપથી ભારતીય ટીમનું સુકાનીપદ સંભાળશે. દક્ષિણ આફ્રિકાની ધરતી પર ભારતીય ટીમને મળેલા નામોશીભર્યાં પરાજય બાદ રોહિત શર્માની જવાબદારી ભારતીય ટીમને જીતના પાટા પર લાવવાની રહેશે. જોકે ઘર આંગણે સીરીઝ હોવાથી અને વેસ્ટ ઈન્ડિઝની સામે ભારતીય ટીમનો રેકોર્ડ શાનદાર હોવાથી મેન ઈન બ્લુનું ત્રાજવું ભારે છે. અત્યાર સુધીમાં બંને ટીમની વચ્ચે વીસ વનડે શ્રેણી યોજાય છે. જેમાંથી સાતમાં વિન્ડીઝ જ્યારે તેરમાં ભારતીય ટીમનો વિજય થયો છે.

વિન્ડિઝના સૂપડા સાફ કરવાની અનેરી તક

વેસ્ટ ઈન્ડિઝ અંતિમ વખત 2006માં ભારતની વિરૂદ્ધ કોઈ વનડે શ્રેણી જીતી શક્યું હતું. કેરિબિયન ટીમે ભારતમાં વનડે શ્રેણી આજથી વીસ વર્ષ પહેલા 2002માં જીતી હતી. વીસ વનડે શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝ ભારતને બે વખત ક્લીન સ્વીપ કરી ચૂક્યું છે. સામે ભારતીય ટીમે કોઈ દિવસ વિન્ડિઝના સૂપડા સાફ નથી કર્યાં. 2019માં એક તક મળી હતી. જ્યારે વેસ્ટ ઈન્ડિઝ ભારતના પ્રવાસ દરમિયાન એક પણ મેચ જીત્યું નહોતું. પણ સીરીઝના બે મેચ ભારતના નામે રહ્યા હતા જ્યારે અંતિમ મેચનું કોઈ પરિણામ નહોતું નીકળ્યું. અહીં પણ ભારત વિન્ડીઝના સૂપડા સાફ કરી કિર્તીમાન રચતા રહી ગયું હતું.

કાંટે કી ટક્કર જોવા મળશે

દ્વિપક્ષીય વનડે શ્રેણીમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝની વચ્ચે કુલ 88 મેચ રમાયા છે. 41 ભારત અને 43 કેરિબિયન ટીમના નામે છે. એક મેચ ટાઈ છે જ્યારે ત્રણ મેચના પરિણામ નહોતા આવ્યા. બંને ટીમની વચ્ચે મેચ જીતવા મામલે કાંટાની ટક્કર જોવા મળે છે. જોકે ભારતે વેસ્ટ ઈન્ડિઝની તુલનામાં બેગણી સીરીઝ પોતાના નામે કરી છે. તો કેરિબિયન ટીમે સૌથી વધારે મેચ જીત્યા છે.

ભારતમાં બંને ટીમ વચ્ચે દસ શ્રેણી રમાઈ

ભારતીય જમીન પર ભારતીય ટીમનું પલડું ભારે હોય છે. બંને ટીમે ભારતમાં કુલ 10 શ્રેણી રમી છે. જેમાંથી ત્રણ વિન્ડિઝ અને સાત ભારતના નામે છે. કેરિબિયન ટીમ ભારતમાં ટીમ ઈન્ડિયાની ક્લીન સ્વીપ કરી ચૂકી છે. એવામાં રોહિત શર્માની પાસે વેસ્ટ ઈન્ડિઝનો વ્હાઈટ વોશ કરી ઈતિહાસ સર્જવાની સુવર્ણ તક છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments