Team Chabuk-Gujarat Desk: વડોદરાના ડભોઈમાં સગીરા સાથે દુષ્કર્મ આચરવાના આરોપમાં એક આરોપી અને તેની બહેન સામે ફરિયાદ નોંધાઈ છે. આરોપ છે કે, આરોપીએ સગીરાને બદનામ કરવાની ધમકી આપી એક નહીં અનેક વાર પોતાની હવસનો શિકાર બનાવી છે. આરોપીની બહેન પણ સગીરાને બદનામ કરવાની ધમકી આપી તેના ભાઈ સાથે પ્રેમસંબંધ રાખવા દબાણ કરતી હોવાનો આરોપ છે.
પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે, ડભોઈના વસઈ ગામમાં રહેતી સગીરા પર આરોપી સમીર હારુન વ્હોરા નામના આરોપીએ બે વર્ષમાં અનેકવાર દુષ્કર્મ આચર્યું છે. સમીર વ્હોરા મુળ આંણદ જિલ્લાના પેટલાદ તાલુકાના ખઢાણા ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. સમીર પર આરોપ છે કે, તે સગીરાના ફોટા વાયરલ કરી દેવવાની ધમકી આપતો હતો.
આરોપી વર્ષ 2019થી અવારનવાર વસઈ ગામે આવતો હતો અને સગીરા સાથે સંપર્ક વધારી પ્રેમ સંબંધ બાંધ્યો હતો. સગીરાને જાણ બહાર સેવાલિયામાં તેની ફઈના ઘરે લઈ જતો હતો અને શારીરિક સંબંધ બાંધતો હતો. ત્યારબાદ હવસખોર આરોપીએ પોતાનો અસલી ચહેરો બતાવ્યો હતો અને સગીરાને બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું હતું. આરોપી સગીરાને અને તેના પરિવારને જાનથી મારી નાખવાની પણ ધમકી આપતો હોવાનો આરોપ છે. આરોપીની ધમકીથી સગીરા ડરી ગઈ હતી અને તેના તાબે થઈ ગઈ હતી. જો કે, હવે આરોપીની ધમકીથી કંટાળીને સગીરાએ પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા છે અને ન્યાયની માગણી કરી છે. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
આરોપી બે-બે વર્ષથી સગીરા પર દુષ્કર્મ આચરી અત્યાચાર કરી રહ્યો હતો. આરોપીની બહેન પણ તેના ભાઈને સાથ આપી રહી હતી જેથી સગીરાના પરિવારે બંને વિરુદ્ધ કડકમાં-કડક કાર્યવાહીની માગણી કરી છે.
આરોપીની બહેન રોઝીના ઉર્ફે ગુડ્ડી વ્હોરા પણ સગીરાને ધમકી આપતી હોવાનો આરોપ છે. ગુડ્ડી સગીરાને કહેતી હતી કે તું મારા ભાઈ સાથે પ્રેમ સંબંધ કેમ નથી રાખતી ? મારો ભાઈ તને બોલાવે ત્યારે તારે મળવા આવવું પડશે નહીંતર તને બદનામ કરી દઈશું અને તારા લગ્ન પણ નહીં થવા દઈએ.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત