Homeગામનાં ચોરેઓક્સિજનના સહારે જીવતા મંઝૂર અહેમદ કોરોના દર્દી માટે બન્યા પ્રાણવાયુ સમાન

ઓક્સિજનના સહારે જીવતા મંઝૂર અહેમદ કોરોના દર્દી માટે બન્યા પ્રાણવાયુ સમાન

Team Chabuk-National Desk: આજે સમગ્ર દેશ કોરોના વાયરસની બીજી ખતરનાક લહેર સામેનો જંગ લડી રહ્યો છે, જેમાં કોરોનાનો કહેર એટલો વધી ગયો છે કે કોરોના દર્દીના ટપોટપ મોત થઈ રહ્યાં છે. ત્યારે વધી રહેલા કોરોનાના સંક્રમણને પગલે લોકોને ઓક્સિજન બેડ મેળવવામાં પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે આવી પરિસ્થિતિમાં કેટલાક લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ અન્ય લોકોને બચાવવા માટેના પુરતા પ્રયાસ કરતો હોય છે. ત્યારે આવી જ એક વ્યક્તિ છે મંઝૂર અહેમદ. 48 વર્ષીય મંઝૂર અહેમદ પોતે અસ્થમાના દર્દી છે અને છેલ્લા 3 વર્ષથી ઓક્સિજન પર છે.

કોરોના મહામારી વચ્ચે પણ મંઝૂર અહેમદ ઓક્સિજનની જરૂરિયાતવાળા લોકોને મદદ પૂરી પાડી રહ્યાં છે. મંઝૂર અહેમદ જરૂરિયાતમંદ કોરોનાથી સંક્રમિત દર્દીઓ સુધી ઓક્સિજન સિલિન્ડર પહોંચાડવા માટે એક નાનો ટ્રક ચલાવીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યાં છે. તેઓનું કહેવું છે કે, હું જાણું છું કે જેમને જ્યારે ઓક્સિજનની જરૂર પડે છે ત્યારે તેમને નથી મળતો, આવા સમયે તેઓને કેટલીયે મુશ્કેલીમાંથી પસાર થવું પડે છે.

મંઝૂર અહેમદ જણાવે છે કે, માનવતા માટે જો હું કોઈને ઓક્સિજન આપવા માટે સક્ષમ છું અને તેમનું જીવન બચાવી શકું અથવા તેને કોઈ રાહત આપી શકુ તો તે મારા માટે ખૂબ મોટો અહેસાસ છે. હું જાતે જ અસ્થમાનો દર્દી છું અને હું જાણું છું કે લોકોને આ ઓક્સિજનની ખૂબ જરૂરી હોઈ શકે છે. આને કારણે લોકોનો જીવ પણ બચે છે અને મારા માટે રોજગાર પણ સર્જાયો છે.

સાથે જ તેઓ જણાવે છે કે, આ પરિવાર માટે કરવાનું છે. આ એક માનવતાનું કાર્ય છે. હું ભીખ માગી શકતો નથી, મારાથી તે થાય પણ નહીં, મને ભગવાને હાથ આપ્યા છે તેથી હુ કામ કરતો રહીશ. હું ઘરે બેસી શકતો નથી, હું મારા પરિવાર માટે કામ કરું છું અને કમાઉ છું. તેઓ મારા પર નિર્ભર છે. પરિવારનો ખર્ચ પણ છે, તેથી મારે બહાર આવવું પડશે. હું ઇચ્છું છું કે મારા બાળકો આ વિશ્વમાં કંઇક કરે.

અસ્થમાના દર્દી મંઝૂર અહેમદ પોતાની સાથે 24 કલાક ઓક્સિજન સિલિન્ડર રાખે છે. તેમના ફેફસાં નબળા હોવાના કારણે તેમને ચેપ થવાનું જોખમ પણ વધારે છે. તેમ છતા  તેઓ આ ઓક્સિજન સિલિન્ડર માત્ર દર્દીઓના ઘરોમાં પહોંચાડે છે, પરંતુ જરૂર પડે ત્યારે સિલિન્ડરો પણ ફરીથી ભરી દે છે. મંઝૂરે કહ્યું કે, હું ઈચ્છું છું કે લોકો આશા ગુમાવે નહીં. તેઓએ મજબૂત રહેવું જોઈએ.

add

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments