Team Chabuk-National Desk: હરિયાણાના સોનીપત જિલ્લાના કુંડલી પોલીસ વિસ્તારના દહિસરા ગામમાં એક યુવકે નશામાં ધુત થઈ કૂતરાના પગ પકડી તેને રસ્તા પર જોર જોરથી પછાડ્યો. પીધેલની આ હરકતના કારણે કૂતરો ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું. કૂતરાઓને ભોજન કરાવનારી મહિલાએ આ અંગેની ફરિયાદ પશુ પ્રેમી સંગઠનોને કરી હતી. દિલ્હીની પશુપ્રેમી સંસ્થાના ડાયરેક્ટરે આરોપી યુવકની વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે પણ આરોપીની વિરૂદ્ધ પશુ ક્રુરતા અધિનિયમ અને પશુ સંરક્ષણ એક્ટ હેઠળ કેસ ફાઈલ કરી નાખ્યો છે.

પશુઓના કલ્યાણ માટે કાર્યરત દિલ્હીની સંસ્થા ગૌ જ્ઞાન ફાઉન્ડેશનના ડાયરેક્ટર સૂરજ પ્રતાપસિંહ રાઠૌરે પોલીસને જણાવ્યું હતું કે, દહિસરામાં તેમને એક કૂતરાની નિર્મમતા પૂર્વક હત્યા કરી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ હતી. શેરીઓના કૂતરાઓને ભોજન કરાવતી એક મહિલાએ આ અંગે સૂચિત કર્યા હતા. સૂચનાના આધાર પર તેઓ પોતાની ટીમ સાથે દહિસરા ગામ ખાતે પહોંચ્યા હતા. ત્યાં જાણકારી મળી કે નંદકિશોર ઉર્ફ બલ્લુ રસ્તા પરથી આવી રહ્યો હતો. રસ્તામાં એક નાનું કૂતરું બેઠું હતું.

નંદકિશોરે તેના પાછળના પગ પકડ્યા. કૂતરો રાડારાડી કરી રહ્યો હતો. તેને ભોજન કરાવનારી મહિલાએ પણ જોરજોરથી બૂમબરાડા પાડવાના શરૂ કરી દીધા. જોકે નંદકિશોર પર તેની કોઈ અસર નહોતી પડી. તેણે પગ પકડી કૂતરાને જોર જોરથી જમીન પર પટક્યું હતું.

રસ્તા પર માથું ભટકાવાના કારણે કૂતરો ગંભીર રૂપથી ઘાયલ થઈ ચૂક્યો હતો. તેના મોઢામાંથી લોહી વહેવા લાગ્યું હતું. તેને ભોજન કરાવનારી મહિલાએ પશુ ચિકિત્સકને સૂચિત કર્યા હતા. ઘટના સ્થળ પર પહોંચેલા પશુ ચિકિત્સકે કૂતરાનો ઉપચાર શરુ કર્યો હતો. જોકે ત્યાં તેણે અંતિમ શ્વાસ લીધો હતો. પદાધિકારી આરોપી યુવક નંદ કિશોરને પણ મળ્યા હતા. તેણે સ્વીકાર કર્યો હતો કે દારૂના નશામાં તેણે આ જઘન્ય અપરાધને અંજામ આપ્યો હતો.

દહિસરાના લોકોએ જણાવ્યું હતું કે, આ પહેલા પણ તે કૂતરાઓ પર ઈંટ અને દંડાઓથી હુમલો કરી ચૂક્યો છે. કૂતરાઓના પગ પણ ભાંગી ચૂક્યો છે. પોલીસે પશુ ક્રુરતા અધિનિયમ અને પશુ સંરક્ષણ એક્ટ હેઠળ કેસ ફાઈલ કર્યો છે. જણાવી દઈએ કે ઘટનાને અંજામ આપ્યા બાદ નંદ કિશોર ફરાર થઈ ગયો છે.
તાજેતાજો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ