Team Chabuk-Gujarat Desk: વડોદરામાં થોડા મહિનાઓમાં ઉપરા ઉપરી ત્રણ એવી ઘટનાઓ બની છે જેમાં પતિએ જ પત્નીનો જીવ લીધો છે. તાજેતરમાં વડોદરાના ન્યૂ સમા રોડની ચંદન પાર્ક સોસાયટીમાં માતા-પુત્રીના શંકાસ્પદ મોત મામલે રહસ્ય પરથી પડદો ઉંચકાયો છે. પતિએ જ પત્ની અને પુત્રીને મોતને ઘાટ ઉતારી દીધા હોવાનું સામે આવ્યું છે. વડોદરાના ન્યૂ સમા રોડ પર ચંદનપાર્ક સોસાયટીમાં એક દિવસ પહેલા એક માતા અને પુત્રીનું ભેદી સંજોગોમાં મોત નિપજ્યુ હતું. ન્યૂ સમા રોડની ચંદનપાર્ક સોસાયટીમાં રહેતાં 36 વર્ષીય શોભનાબેન તેજસભાઇ પટેલ અને તેમની 6 વર્ષની પુત્રી કાવ્યા પટેલ નવરાત્રિમાં ગરબા રમીને રવિવારે રાત્રે 12 વાગ્યે ઘરે આવ્યાં હતાં. ત્યાર બાદ બંનેની તબિયત લથડી હતી. જેથી તેજશ પટેલ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયો હતો, જ્યાં તબીબે બંનેને મૃત જાહેર કર્યાં હતા. પરંતુ તબીબને બંનેના મોતમાં કંઈ શંકાસ્પદ લાગતા તેમના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.
આ મામલે પોલીસે પતિ તેજસ પટેલની આકરી પુછપરછ કરતાં સમગ્ર મામલાનો પર્દાફાશ થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પતિ તેજસ પટેલે જ પત્ની અને 6 વર્ષની દીકરીને ઝેર આપીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે માતા અને પુત્રીના મોત ઝેર પીવાથી થયા છે. આ ઝેર તેજસ પટેલે જ આપ્યું હોવાનું બહાર આવ્યું છે. પત્ની શોભના અને પુત્રી કાવ્યાને ઝેરી દવા પીવડાવ્યા પછી બન્નેની ઓશિકાથી મોં દબાવીને હત્યા નિપજાવી હતી. પોલીસે તેજસ પટેલની આ હત્યા કેસમાં ધરપકડ કરીને આગળની તપાસ શરૂ કરી છે.

ઘર જમાઈ રહેવું પસંદ ન હતું
મળતી વિગતો પ્રમાણે ધોરણ 12 સુધીનો અભ્યાસ કરનાર અને ગેંડા સર્કલ પાસે આવેલ ક્રોમા સ્ટોરમાં સેલ્સ એક્ઝિક્યુટીવ તરીકે તેજસ પટેલ નોકરી કરે છે. તેજસ પટેલના લગ્ન 2012માં શોભના સાથે થયા હતા. અને તે 2016થી સી-48, ચંદન પાર્ક સોસાયટીમાં સસરાના મકાનમાં ચોથા માળે ઘરજમાઈ તરીકે રહેતો હતો. તેજસને ઘર જમાઈ રહેવું ગમતું ન હતું. પરંતુ, મજબૂરીવશ તે સસરાના ઘરે રહેતો હતો. પત્ની શોભના અવાર-નવાર તેની નણંદો અને સાસુ પસંદ ન હોવાથી તે પતિ સાથે ઝઘડા કરતી હતી અને પતિને નણંદ અને સાસુ વિષે ખરાબ અપશબ્દો બોલતી હતી. પત્ની દ્વારા થતું અપમાન પતિ તેજસથી સહન થતું ન હતું. જેથી વારંવાર બન્ને વચ્ચે ઝઘડા થતાં હતા.
આડા સંબંધના કારણે સંબંધોમાં ખટાશ વધી
આ તરફ પતિ તેજસને અન્ય મહિલા સાથે સંબંધ હોવાની જાણ પત્નીને થતાં તેજસ અને શોભના વચ્ચે અવાર નવાર ઝઘડાઓ થતાં હતા. તેજસના આડાસંબંધોના કારણે પત્ની સાથેના સંબંધોમાં ખટાશ વધતી ગઈ હતી. તેથી તેજસ પત્નીથી કંટાળી ગયો હતો. આથી તેણે પત્ની અને પુત્રીને મોતને ઘાટ ઉતારવાનો પ્લાન બનાવી લીધો હતો. તેજસ પટેલ જ્યાં નોકરી કરતો હતો ત્યાં એક મહિલા સાથે તેને એક તરફી પ્રેમ હતો. અને તે તેની પ્રેમિક સાથે રહેવા માગતો હતો.
ઉંદર મારવાની દવા આઈસ્ક્રીમમાં ભેળવી દીધી
ડીસીપી ઝોન-4 લખધીરસિંહ ઝાલાએ વધુમાં હતું કે, મહિલાના ગળાના ભાગે ઇજાના નિશાન હતા. પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવ્યું હોવાનું સામે આવ્યું છે. ઉંદર મારવાની દવા ઘરના ધાબા પરથી મળી આવી હતી. તેજસ પટેલના મોબાઈલમાં તપાસ કરતા મનુષ્યને કઈ રીતે મારી શકાય તે અંગે દવા સર્ચ કરી હોવાનું ખૂલ્યું હતું. આરોપીએ પોતાની પત્ની અને પુત્રીની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. પતિ પત્ની વચ્ચેના ઝઘડાના કારણે હત્યા કરી હોવાના આંતરિક કારણ સામે આવ્યા છે. તેજસ પટેલની બહેન મામલે પતિ પત્ની વચ્ચે તકરાર થઈ હતી. આરોપીએ આઈસ્ક્રીમમાં ઉંદર મારવાની દવા ભેળવી પત્ની પુત્રીને ખવડાવી હતી. પુત્રીનું માથું ઓશિકાથી દબાવ્યું હતું. એટલુ જ નહિ, બંનેને દવા આપ્યા બાદ એક કલાક સુધી આરોપી તેમની સાથે બેસી રહ્યો હતો.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત