Homeસિનેમાવાદઆ વળી કયા માતાજી છે જેને રામ ગોપાલ વર્મા વ્હિસ્કીનું પાન કરાવી...

આ વળી કયા માતાજી છે જેને રામ ગોપાલ વર્મા વ્હિસ્કીનું પાન કરાવી રહ્યા છે?

Team Chabuk-Cinema Desk: હંમેશાં કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહેતા રામ ગોપાલ વર્મા ફરી એક વખત ચર્ચામાં છે. આ વખતે ચર્ચામાં છે એક તસવીરથી. તસવીર તેમણે ટ્વીટર પર પોસ્ટ કરી છે અને કોઈ દેવીને તેઓ વ્હિસ્કી પાઈ રહ્યા છે. હાલમાં જ રામ ગોપાલ વર્માની ફિલ્મ કોંડાની શૂટિંગનો આરંભ થવાનો છે. શૂટિંગ પૂર્વે તેઓ વાંરગલ ખાતે આવેલા મેસમ્મા દેવીના મંદિરમાં આશિર્વાદ લેવા માટે પહોંચ્યા હતા. મંદિરમાં રામુએ જે જે કર્યું તેની તસવીરો શેર કરી હતી.

ટ્વીટરની પોસ્ટમાં રામ ગોપાલ વર્માએ લખ્યું છે કે, હું તો ફક્ત વોડકા પીઉં છું પણ મેં દેવી મેસમ્માને વ્હિસ્કી પીવડાવી છે. વધુ એક તસવીર શેર કરી વર્મા લખે છે, ચીયર્સ. હવે જે લોકો હૈદરાબાદના નથી તેઓ સવાલ પૂછી રહ્યા છે, કે આ તે કઈ દેવી છે, જેને દારૂ પીવડાવવામાં આવી રહ્યો છે.

દક્ષિણ ભારતમાં દેવી મેસમ્માની પૂજા કરવામાં આવે છે. મહારાષ્ટ્રમાં પણ મોસાઈ અને મેસ્કો નામની દેવીની પૂજા થાય છે. ચેચક જેવા સંક્રમક રોગો દૂર રાખવા માટે મેસમ્મા દેવી આગળ પ્રાર્થના કરવામાં આવે છે. હૈદરાબાદના ટેન્ક બુન્દ સ્થિત કટ્ટા મેસમ્મી મંદિર તેનું પ્રમુખ મંદિર છે. એવી દંતકથા છે કે આ મંદિરની સામે ઈ:સ 1908માં છઠ્ઠા નિજામ મીર મહબૂબ અલી ખાને પણ માથું નમાવ્યું હતું. એ પછી જ મૂસી નદીમાં આવેલું પૂર કાબૂમાં આવી શક્યું હતું. અષાઢ મહિનામાં યોજાતો બોનાલૂ તહેવાર મેસમ્મા માતાજીને સમર્પિત છે. જોકે આ મંદિરમાં દેવીને દારૂ ચડાવવામાં આવે છે એ વાતનો ઉલ્લેખ ઓછો જોવા મળે છે. તોપણ ભક્તો ચડાવે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments