Homeગુર્જર નગરીવડોદરામાં PSIની દાદાગીરી, રાત્રે 12 વાગ્યે હોટલમાં જઇને ગ્રાહકોને ભગાડ્યા, સંચાલકને માર...

વડોદરામાં PSIની દાદાગીરી, રાત્રે 12 વાગ્યે હોટલમાં જઇને ગ્રાહકોને ભગાડ્યા, સંચાલકને માર માર્યો

Team Chabuk-Gujarat Desk: વડોદરા શહેરમાં પોતાની આગવી સ્ટાઇલ માટે જાણીતા સિટી પોલીસ મથકના પીએસઆઈ કે.પી. ડાંગર દ્વારા યાકુતપુરા સરસિયા તળાવ પાસે આવેલી હોટેલમાં ઘૂસી ગ્રાહકોને ભગાડ્યા હતા અને હોટેલ સંચાલકને માર મારતો વીડિયો વાયરલ થયો છે. આ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. હાલ સિટી પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ ડાંગર અને ટીમે ગુરુવારે 14 માર્ચના રોજ રાત્રે 12 વાગ્યે સરસિયા તળાવ પાસે આવેલી મદાર હોટેલમાં પહોંચ્યા હતા અને ચા પી રહેલા ગ્રાહકોને ભગાડ્યા અને સંચાલકને માર માર્યો હતો.

જેના CCTV ફૂટેજનો વીડિયો વાયરલ થયો છે. હોટેલ સંચાલક કુતબુદ્દીન દ્વારા પરિવારને સાથે રાખી પોલીસ ભવન અને ડીસીપી સમક્ષ લેખિત રજૂઆત કરી પીએસઆઈના વર્તન અંગે ન્યાયની માગ કરી હતી. આ અંગે પીએસઆઈનો સંપર્ક કરવા જતાં તેમણે ફોન ઉપાડ્યો નહોતો. મદાર હોટેલના સંચાલક કુતબુદ્દીનભાઈએ જણાવ્યું છે કે, પીએસઆઈના વર્તન અંગેનો આખો મામલો સીસીટીવી કેમેરામાં કેદ થયેલો છે. અમે પુરાવા સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે, છતાં ન્યાય નહીં મળે તો અદાલત સમક્ષ જઈશું.

આ પહેલા લોકડાઉન દરમિયાન છાણી પોલીસ મથકના હદ વિસ્તારમાં આવેલા ગુરુદ્વારામાં બૂટ પહેરીને ઘૂસી જઈ ધાર્મિક ગુરુ સાથે બેહુદું વર્તન થયું હતું. PSI કે.પી. ડાંગર દ્વારા કરાયેલા આ વર્તનને કારણે મોટો વિવાદ થયો હતો અને શીખ સમુદાયની ઉગ્ર રજૂઆત બાદ PSIની બદલી કરી દેવામાં આવી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments