Homeગુર્જર નગરીવડોદરાના પરિણીત ઇન્ચાર્જ આચાર્ય અને પરિણીત શિક્ષિકા ભાગી ગયા

વડોદરાના પરિણીત ઇન્ચાર્જ આચાર્ય અને પરિણીત શિક્ષિકા ભાગી ગયા

Team Chabuk- Gujarat Desk: વિદ્યાર્થીઓ શિક્ષકોને પોતાના આદર્શ માનતા હોય છે. શિક્ષકોના જીવનમાંથી ઘણું બધું વિદ્યાર્થીઓ શિખતા હોય છે. પરંતુ ઘણી વખત શિક્ષકો એવા કારનામા કરી બેશે કે વિદ્યાર્થીઓને પણ શરમમાં મૂકાઈ જવું પડતું હોય છે. હવે આવી વધુ એક ઘટના રાજ્યમાં બની છે. વાત વડોદરાની છે, જ્યાં એક શાળાના ઇન્ચાર્જ આચાર્ય અને શિક્ષિકા ભાગી ગયા છે. ઇન્ચાર્જ આચાર્ય અને શિક્ષિકાના ભાગી ગયા બાદ આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

ઘટના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પૂર્વ વિસ્તારમાં આવેલી હિન્દી ભાષાની શાળાની છે. હિન્દી માધ્યમની આ શાળામાં ઇન્ચાર્જ આચાર્ય તરીક ફરજ બજાવતા પરિણીત ગુજરાતી શિક્ષકને શાળામાં ફરજ બજાવતા હિન્દી ભાષાની પરિણીત શિક્ષિકા સાથે આંખ મળી ગઈ હતી. ઘણા સમયથી ઇન્ચાર્જ આચાર્ય અને શિક્ષિકા વચ્ચે પ્રેમ સંબંધો બંધાયા હતા. બન્ને દરરોજ શાળામાં મળતાં હોવાથી પ્રેમ પ્રાંગર્યો હતો અને અંતે પરિવારની ચિંતા કર્યા વગર ઇન્ચાર્જ આચાર્ય અને શિક્ષિકા ભાગી ગયા છે. બન્ને પરિણીત હોવા છતાં આ રીતે ભાગી જતાં પરિવાર અને શાળામાં આ મુદ્દે ચર્ચાઓ શરૂ થઈ છે.

બુધવાર બાદ બન્ને ગાયબ

ઘટના અંગે વધુ વિગતો મેળવતાં જાણવા મળ્યું હતું કે, શાળાના ઇન્ચાર્જ આચાર્ય અને શિક્ષિકા બન્ને બુધવારે શાળાએ આવ્યા હતા. પરંતુ શાળાએથી છૂટ્યા બાદ બન્ને ભાગી ગયા હોવાનું કહેવાઈ રહ્યું છે. કેમ કે બુધવાર શાળા પૂરી થયા બાદ ઇન્ચાર્જ આચાર્ય પોતાના ઘરે ગયાં હતાં અને તુરંત ઘરેથી નીકળી ગયા હતા. ઘરેથી નીકળ્યા બાદ તેમનો મોબાઈલ ફોન પણ બંધ આવતો હતો. આ જ રીતે મહિલા શિક્ષિકાનો ફોન પણ બંધ આવતો હતો.

ઇન્ચાર્જ આચાર્યએ શાળામાં કામ ચાલી રહ્યું હોવાનું ઘરે જણાવ્યું હતું તેથી તેઓ ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ શાળામાં પણ તપાસ કરી હતી. પરંતુ ઇન્ચાર્જ આચાર્ય શાળામાં હાજર ન હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પરિવાર આ અંગે પોલીસને જાણ કરી હતી. આથી પોલીસ પણ તપાસ માટે શાળાએ પહોંચી હતી. પોલીસે શાળાના સિક્યુરિટીને ઇન્ચાર્જ આચાર્ય અને શિક્ષિકા બુધવારે કેટલા વાગે આવ્યા હતાં તેની પુછપરછ કરી હતી.

ઘટનાની જાણ શાળાના સિનિયર શિક્ષકે સમિતિના પદાધિકારીઓને કરી છે અને રજા લીધા વગર ઇન્ચાર્જ આચાર્ય અને શિક્ષિકાએ સ્કૂલે આવવાનું બંધ કર્યું હોવાનું જણાવ્યું છે. હાલ ઇન્ચાર્જ આચાર્ય અને શિક્ષિકાના ભાગી જવાના બનાવની શિક્ષણ જગતમાં પૂરજોશથી ચર્ચાઓ થઈ રહી છે.

6 વર્ષ બાદ ઇન્ચાર્ચ આચાર્યએ ફરી લખણ ઝળકાવ્યા

પ્રેમમાં પાગલ બનેલા વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી હિન્દી ભાષાની શાળાના ઇન્ચાર્જ આચાર્ય અને શિક્ષિકા ભાગી ગયાનો બનાવ તાજેતરમાં બન્યો છે. આ પહેલાં પણ 5-6 વર્ષ પહેલાં ઇન્ચાર્જ આચાર્ય એક બિન શૈક્ષણિક પરિણીત મહિલા કર્મચારીના પ્રેમમાં પાગલ બન્યા હતા. જે-તે વખતે પણ આ ઘટનાએ ચર્ચા જગાવી હતી. તે વખતે મામલો વધી જતાં ઇન્ચાર્જ આચાર્યને માફીપત્ર લખીને આપવું પડ્યું હતું. આમ 6 વર્ષ બાદ ફરી ઇન્ચાર્જ આચાર્યએ પોતાના લખણ ઝળકાવ્યા છે અને શિક્ષિકાને લઈને ભાગી ગયા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments