Team Chabuk-International Desk: કોરોના વાયરસની દુનિયામાં એન્ટ્રી થયા બાદ લગભગ દેશો ચીન પર આરોપ લગાવી રહ્યા છે. ચીનથી જ કોરોના વાયરસ ફેલાયો હોવાના દાવા અનેક દેશ કરી ચૂક્યા છે. અમેરિકાએ પણ ચીન પર આ અંગે આરોપો લગાવ્યા છે. જેથી ચીન અનેક દેશની નજરમાં દુશ્મન બની ગયું છે. તેવામાં ચીને પોતાના સંરક્ષણ બજેટમાં વધારો કર્યો છે. ખાસ કરીને ભારત અને અમેરિકા સાથે ચાલી રહેલા તણાવના કારણે ચીને પોતાના સંરક્ષણ બજેટમાં વધારો કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ચીને પોતાના વર્ષ 2021ના સંરક્ષણ બજેટમાં 6.8 ટકાનો વધારો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ચીને પોતાના સંરક્ષણ બજેટને વધારીને 209 અરબ ડોલર કરી દીધું છે. ચીનના પ્રધાનમંત્રી લી ક્વિંગે ચીનની સંસદ નેશલ પીપલ્સ કોંગ્રેસમાં આજે આ અંગેની જાહેરાત કરી હતી.
ચીનના સંરક્ષણ બજેટમાં એવા સમયે વધારો કરવામાં આવ્યો છે જ્યારે વિશ્વ કોરોના વાયરસના કહેર વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. સંરક્ષણ બજેટમાં વધારો ઉપર એનસીપીના પ્રવક્તા ઝાંગ યસુઈએ મીડિયાને સંબોધતા કહ્યું કે ચીનના પ્રયત્નો રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરવાનું છે. કોઈપણ દેશને નિશાન બનાવવાનું કે તેના માટે ખતરો પેદા કરવાનું નથી.
મહત્વનું છે કે ચીનની અર્થવ્યવસ્થા વર્ષ 2020માં 2.3 ટકાના દરે વધી હતી જે છેલ્લા 45 વર્ષમાં સૌથી ઓછો વાર્ષિક વિકાસ દર હતો. ગત વર્ષે ચીનની અર્થવ્યવસ્થા ઉપર કોરોના મહામારીનો મોટો ફટકો પડ્યો હતો જો કે ચીન ઝડપથી આ મહામારીમાંથી બહાર નીકળવામાં પણ સફળ રહ્યું.
ભારત અને અમેરિકાથી ડર્યું ચીન ?
ચીને પોતાના સંરક્ષણ બજેટમાં આ વર્ષે જે રીતે વધારો કર્યો છે તેને લઈને જાણકારો માની રહ્યા છે કે ચીન દુનિયા પર પોતાનું શાસન જમાવવા માગે છે. તેથી જ તે પોતાના સંરક્ષણ બજેટમાં સતત વધારો કરી રહ્યું છે. સાથે જ ચીનને હાલ ભારત અને અમેરિકા સાથે તણાવપૂર્ણ સંબંધો છે. ચીન અને ભારત વચ્ચે સતત સરહદ પર ટકરાવ થતો રહે છે. પૂર્વી લદ્દાખમાં ચીન અને ભારત વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ છે. ઉપરાંત દક્ષિણ ચીન સાગર અને હોંગકોંગમાં લોકતંત્ર સ્થાપિત કરવાને લઈને ચીનને અમેરિકા સાથે વિવાદ ચાલી રહ્યો છે.
ચીની સેનાના નિવૃત્ત કર્નલ વાંગ શિયાંગસુઈનું કહેવું છે કે અમેરિકાની સેના પરમાણુ હથિયાર અને અંતરિક્ષમાં પોતાની શક્તિ વધારવા માગે છે અને ચીન અમેરિકાની આ યુક્તીને નિષ્ફળ બનાવવાના પ્રયત્નો કરી રહ્યું છે.
મિસાઈલો બનાવી રહ્યું છે ચીન
ચીન પોતાના મિસાઈલ તાલીમ ક્ષેત્રને મોટાપાયે વિકસિત કરી રહ્યું છે. આગામી દિવસોમાં ચીન વધુ સક્ષમ અને દુશ્મનો પર ભારે પડે તેવી મિસાઈલોને મુખ્ય હથિયાર બનાવશે. ચીન પાસે અનેક ઘાતક મિસાઈલો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. ચીન પાસે જેવી મિસાઈલો છે તે કક્ષાની અમુક મિસાઈલ તો અમેરિકા પાસે પણ નથી. ચીન હાલ 16 જેટલી મિસાઈલોનું નિર્માણ કરી રહ્યું છે.
ચીનમાં બુધવારથી જ સંસદ સત્ર શરૂ થઈ ચુક્યું છે. કોરોના વાયરસની મહામારીના કારણે આર્થિક પડકાર, તાઈવાન, તિબ્બત, શિનજિયાંગ અને હોંગકોંગને લઈને અમેરિકા સાથે વધી રહેલા તણાવ મુદ્દે સંસદ સત્રમાં ચર્ચા થઈ શકે છે. સાથે જ ભારત સાથેના સંબંધોનો મુદ્દો પણ ચીની સંસદમાં ઉઠે તેવી શક્યતા છે. છેલ્લા 10 મહિનાથી ભારત અને ચીન વચ્ચે સહરદી વિસ્તારો પર તણાવ ભરી સ્થિતિ છે. જો કે હાલ બન્ને દેશની સેના નિયંત્રણ રેખાથી પાછળ હટી ગઈ છે.
તાજેતાજો ઘાણવો
- ચાર દાયકા લોકસાહિત્યની સેવા કરનાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીની મોટી જાહેરાત, હવે નહીં કરે લોકડાયરા
- અમરેલી લેટરકાંડઃ દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું, સત્ય બહાર લાવવા હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર
- રાજકોટની ગોવિંદ પાર્ક સોસાયટી પાસે સિટી બસનું સ્ટોપ આપવા માગ
- જાણીતા રેપર રફ્તારે કર્યા બીજા લગ્ન, જાણો કોણ છે રફ્તારની દુલ્હન ?
- પ્રયાગરાજ મહાકુંભમાં નાસભાગ થતાં 10 લોકોના મોતની આશંકા, યોગી સરકાર એક્શનમાં