Homeગુર્જર નગરીવડોદરામાં પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ, આર્થિક તંગીના કારણે આપઘાત કર્યાનું પ્રાથમિક તારણ

વડોદરામાં પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ, આર્થિક તંગીના કારણે આપઘાત કર્યાનું પ્રાથમિક તારણ

Team Chabuk- Gujarat Desk: વડોદરામાં એક જ પરિવારના 6 સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે. વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીના શિવશક્તિ બંગલોમાં રહેતા સોની પરિવારના 6 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે જ્યારે 3 લોકોને ગંભીર હાલતમાં સારવાર અર્થે લઈ જવાયા છે.

મળતી વિગતો પ્રમાણે શહેરના સમા વિસ્તારના શિવશક્તિ બંગલોમાં છેલ્લા ઘણા સમયથી આ સોની પરિવાર વસવાટ કરતો હતો. પ્રાથમિક વિગતોનું માનીએ તો પરિવાર આર્થિક તંગીના કારણે પરેશાન હતો. જેથી ઘરના તમામ 6 સભ્યોએ આજે ઝેરી દવા ગટગટાવીને સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં એક બાળકી અને બે પુરુષોના મોત થયા છે જ્યારે બે મહિલા અને એક પુરુષને સારવાર અર્થે ખસેડાયા છે.

સામૂહિક આપઘાત કરનાર પરિવારના સભ્યોમાં નરેન્દ્ર સોની, ભાવિન સોની, દિપ્તી સોની, રિયા સોની, ઉર્વશી સોની સહિત 6 લોકોનો સમાવેશ થાય છે. જેઓ સ્વાતિ સોસાયટીના સી-13 નંબરના ઘરમાં રહેતા હતા.

ઘર અને દુકાન પણ વેચી દીધી હતી

સામૂહિક આપઘાત કરનાર પરિવાર ઘણા દિવસોથી આર્થિક ભીંસમાં હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ અને આસપાસના રહીશોના જણાવ્યા અનુસાર સામૂહિક આપઘાત કરનાર સોની પરિવાર છેલ્લા ઘણા સમયથી આર્થિંક ભીંસમાં સપડાયો હતો. આર્થિક તંગીના કારણે પરિવારે મકાન અને મંગળ બજારમાં આવેલી પ્લાસ્ટિકની દુકાન પણ વેચી દીધી છે. ઘર વેચી દીધા બાદ હાલ પરિવાર શિવશક્તિ બંગોલમાં ભાડે રહેતો હતો. તેમ છતાં પરિવાર આર્થિંક તંગીમાંથી બહાર ન આવતા અંતે આ પગલું ભર્યું હોવાનું મનાઈ રહ્યું છે.

પોલીસને ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પરંતુ જ્યારે પોલીસ પહોંચી ત્યારે ત્રણ વ્યક્તિઓને ત્યાં જ મોત નીપજી ચૂક્યા હતા જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ પોલીસ તપાસ કરી રહી છે કે પરિવારે આ પગલું શા કારણે ભર્યું.

મકાન વેચીને તે જ સોસાયટીમાં ભાડે રહેવા લાગ્યા

મળતી વિગતો પ્રમાણે ઘરના મોભી એવા નરેન્દ્ર સોનીએ આર્થિક સ્થિતિ કથળતાં સ્વાતિ સોસાયટીમાં આવેલું તેમનું મકાન આઠ મહિના પહેલાં જ વેચી દીધું હતું. મકાન વેચ્યા બાદ પરિવાર આ જ સોસાયટીમાં ભાડે રહેવા લાગ્યો હતો. ઉપરથી તેઓનો પ્લાસ્ટિકનો ધંધો પણ મંદ પડી જતાં આર્થિક ભીંસ વધી ગઈ હતી. જે મકાન વેચ્યું હતું તેના અમુક રૂપિયા પણ લેવાના બાકી હોવાનું જાણવા મળ્યું છે. જે વ્યક્તિને મકાન વેચ્યું હતું તેણે સમયસર પૂરા રૂપિયા ન આપતા ભાવિન સોનીએ ખરીદનાર સામે પોલીસ ફરિયાદ પણ કરી હતી. જેમાં મકાન વેચ્યાની ડિલ કેન્સલ થઈ હતી. જેથી ખરીદદારે એડવાન્સ આપેલો ચેક પરત માગવા આજે ફોન કર્યો હતો અને તે દરમિયાન જ આ સામૂહિક આપઘાતની ઘટના બની હોવાની વિગતો મળી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments