Homeતાપણુંબંગાળમાં ભાજપને 100થી વધુ બેઠક મળશે તો ચૂંટણીની રણનીતિ ઘડવાનું કામ મૂકી...

બંગાળમાં ભાજપને 100થી વધુ બેઠક મળશે તો ચૂંટણીની રણનીતિ ઘડવાનું કામ મૂકી દઈશઃ પ્રશાંત કિશોર

Team Chabuk- Political Desk: 2014ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના કેમ્પેઈનમાં મહત્વની ભૂમિકા ભજવનાર પ્રશાંત કિશોરના મતે પશ્ચિંમ બંગાળમાં ફરી એક વખત મમતા દીદીની સરકાર બનશે. પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં તૃણમુલ કોંગ્રેસના ચૂંટણી રણનીતિકાર એવા પ્રશાંત કિશોરે દાવો કર્યો છે કે મમતા બેનર્જી ત્રીજી વખત સત્તા પર આવશે. સાથે જ પ્રશાંત કિશોરે એમ પણ કહ્યું છે કે, બંગાળની ચૂંટણીમાં ભાજપને 100થી વધારે સીટો મળશે તો તેઓ ચૂંટણીની રણનીતિ ઘડવાની કામ છોડીને કોઈ બીજું કામ પકડી લઈશ. તમે મને રાજનૈતિક અભિયાનમાં નહીં જુઓ. આ વાત પ્રશાંત કિશોરે એક ટીવી ન્યુઝ ચેનલ સાથેની વાતચીતમાં કહી હતી.

પ્રશાંત કિશોરે કહ્યું કે, ઉત્તરપ્રદેશમાં એટલા માટે હાર્યા હતા કેમ કે મને એટલી આઝાદીથી કામ કરવા નહતું મળ્યું. પરંતુ બંગાળની ચૂંટણીમાં મારી પાસે કોઈ બહાનું નથી કેમ કે દીદીએ મને મારા કામમાં ઘણી બધી આઝાદી આપી છે. જેવું હું ઈચ્છતો હતો તેવી રીતે મને કામ કરવા દેવામાં આવી રહ્યું છે. તેમ છતાં જો બંગાળમાં હારીશું તો હું માની લઈશ કે હું આ કામ માટે ફીટ નથી.

આવું થશે તો જ ભાજપ જીતશે

પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 100થી વધુ સીટ નહીં મળે તેવું પ્રશાંત કિશોર કહી રહ્યા છે. પરંતું સાથે સાથે પ્રશાંત કિશોરે એમ પણ કહ્યું કે, ભાજપ બંગાળમાં જીતશે તો તેનું એક જ કારણ હશે તૃણમુલ કોંગ્રેસમાં અંદરો અંદરની લડાઈ. પ્રશાંત કિશોરે કહ્યું કે, તૃણમુલ કોંગ્રેસમાં અંદરો અંદર કેટલોક વિરોધાભાસ છે અને ભાજપ આંતરિક વિખવાદનો સારી રીતે લાભ ઉઠાવી શકે છે.

જે રીતે ચૂંટણી પહેલાં તૃણમુલ કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે તેને પ્રશાંત કિશોરે રણનીતિનો ભાગ બતાવ્યો. પ્રશાંત કિશોરે કહ્યું કે, બીજા પક્ષના નેતાઓ પર નિશાન તાકવું એ ભાજપની રણનીતિ છે. રૂપિયા, પદ અને ટિકિટની ઓફર કરવામાં આવે છે.

અમિત શાહ અને ભાજપ હવામાં વાતો કરે છે

પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં અમિત શાહ અને ભાજપે 200થી વધુ બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ત્યારે અમિત શાહ અને ભાજપના આ દાવાને પ્રશાંત કિશોરે હવામાં વાતો સમાન ગણાવ્યો છે. પ્રશાંત કિશોરે કહ્યું કે, ભાજપ માત્ર હવાબાજી કરી રહી છે જેથી તૃણમુલ કોંગ્રેસમાં ડર પેદા થાય. પરંતુ હવામાં વાતો કરવાથી ચૂંટણીઓ નથી જીતાતી.

આ ઉપરાંત પ્રશાંત કિશોરે ટીએમસીમાંથી ભાજપમાં જોડાનાર શુવેન્દુ અધિકારી પર પણ પ્રહાર કર્યા હતા.

પંજાબના સીએમના સલાહકાર બન્યા પીકે

પ્રશાંત કિશોર હાલ પશ્ચિમ બંગાળની ચૂંટણીને લઈને તૃણમુલ કોંગ્રેસના રણનીતિકારના રૂપે કામ કરી રહ્યા છે. ત્યારે તેઓને અન્ય પણ એક જવાબદારી મળી છે. પ્રશાંત કિશોર પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહના મુખ્ય સલાહકાર બન્યા છે. પંજાબની ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ પ્રશાંત કિશોર કોંગ્રેસના રણનીતિકાર હતા. આ ચૂંટણીમાં કોંગ્રેસને પ્રચંડ બહુમત મળ્યો હતો. ત્યારે હવે ફરીથી તેઓ પંજાબમાં મુખ્યમંત્રી અમરિન્દર સિંહના મુખ્ય સલાહકાર બનીને જઈ રહ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments