Homeતાપણુંતાલુકા પંચાયતના આ પ્રમુખ સોશિયલ મીડિયામાં ધરાવે છે લાખો ફોલોઅર્સ, સુંદરતામાં ભલભલી...

તાલુકા પંચાયતના આ પ્રમુખ સોશિયલ મીડિયામાં ધરાવે છે લાખો ફોલોઅર્સ, સુંદરતામાં ભલભલી હિરોઈનને પણ મારે છે ટક્કર

Team Chabuk-Political Desk: તાજેતરમાં જ તાલુકા-જિલ્લા પંચાયતમાં નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. જેમાંથી એક નામ હાલ ચર્ચાનો વિષય બન્યું છે. આ નામ એટલે અંકિત પરમાર.. અંકિતા પરમાર (ankita parmar) વડોદરા તાલુકા પંચાયતમાં આગામી અઢી વર્ષ માટે પ્રમુખ બન્યા છે. તેમના નામની જાહેરાત થતાં જ સોશિયલ મીડિયા સહિત સમાચાર માધ્યમોમાં તેમના નામની ચર્ચા થવા લાગી. ચર્ચાનું કારણ તેમનો હોદ્દો નહીં પરંતુ તેમની લોકપ્રિયતા અને સુંદરતા છે. અંકિતા પરમાર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. રીલ સ્ટાર તરીકે જાણીતા અંકિતા પરમાર ઈન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર ધરાવે છે.

રીલ સ્ટારને રિયલ લાઈફમાં સમગ્ર તાલુકાની જવાબદારી સોંપાતા તેઓ આકર્ષણનુ કેન્દ્ર બન્યા છે. રીલ સ્ટાર તરીકે જાણીતા નવનિયુક્ત પ્રમુખ અંકિતા પરમારના ઇન્સ્ટાગ્રામ ઉપર 7 લાખ 17 હજાર જેટલા ફોલોઅર્સ છે. જે ભાજપના સ્થાનિક અને પ્રદેશ કક્ષાના ભાજપના પ્રથમ હરોળના હોદ્દેદારો કરતાં વધુ હોવાનું કહેવાય છે.

ભાજપ મોવડી મંડળ દ્વારા વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ પદની જવાબદારી રીલ સ્ટાર તરીકે જાણીતાં અંકિતા પરમારને સોંપવામાં આવી છે. તેઓએ જણાવ્યું હતું કે, હવે મારું ફોકસ તાલુકાની પ્રજાની સેવા કરવાનું છે. ભારતીય જનતા પાર્ટીએ મારા પર ભરોષો રાખ્યો છે તેના માટે હું તેમની આભારી છું.

વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતા પરમાર અવારનવાર બોલિવૂડની હિરોઇન જેવી અદાઓવાળી તસવીરો મૂકીને પોતાના ચાહકોનાં દિલ જીતી રહ્યાં છે. તેઓએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર હિંદી-ગુજરાતી ગીતો ગાતા રીલ બનાવીને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર મૂકેલાં છે. અને પોતાના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સનાં દિલ જીત્યાં છે. અંકિતા પરમારના પતિ કોલેજમાં ફરજ બજાવે છે અને તેમના સસરાએ સતત 25 વર્ષ સુધી પોર પંચાયતમાં સરપંચ તરીકે સેવા આપી છે. આજે અંકિતા તેમના માર્ગદર્શન પ્રમાણે આગળ વધી રહ્યા છે.

અંકિતા પરમાર અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર પોતાની રિલ અપલોડ કરતાં રહે છે. તેમની સુંદરતા અને અભિયન કળાને તેમના ચાહકો પણ વખાણી રહ્યા છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments