Team Chabuk-National Desk: ઈન્દોરના બાણગંગા પોલીસ સ્ટેશ વિસ્તારના ગોવિંદ કોલોનીના એક યુવકે હોળીની ઉજવણીની કિંમત પોતાનો જીવ ગુમાવીને ચૂકવવી પડી હતી. હોળીની ઉજવણીમાં ડાન્સમાં મગ્ન યુવકે પોતાની છાતીમાં જ ચાકુ ઘુસેડી દીધું હતું. ઘાયલ અવસ્થામાં યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને ડોક્ટરો દ્વારા મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં ડાન્સ અને હોળીની ઉજવણીમાં વ્યસ્ત યુવક પોતાની છાતીમાં છરી ઘુસાડી દે છે.
સિલાઈ કામના વ્યવસાય સાથે સંકળાયેલા આ યુવકની હરકતથી નજીક ઊભેલા તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા અને થોડીવારમાં જ ઉજવણીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો. આસપાસ ઊભેલા વ્યક્તિઓ અને તેના પરિવારજનો યુવકને તાબડતોડ હોસ્પિટલે લઈ પહોંચ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન યુવકની મોત થઈ ગઈ હતી. એવું સામે આવ્યું છે કે ડાન્સ કરનારા તમામ યુવકો દારૂના નશામાં ધુત હતા.
બાણગંગા પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી યોગેશ સિંહે જણાવ્યું હતું કે મૃતક ગોપાલનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે અરવિંદો હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે અને ઘટનાની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે યુવક પરણિત છે. પોતાના પુત્ર અને માતા પિતાની સાથે રહે છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ ગોપાલે દારૂના નશામાં આવીને આવું કર્યું કે પછી પોતાની જાતને ખત્મ કરવા માટે ચાકુ માર્યું તેની માહિતી સામે આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
