Homeગુર્જર નગરીઆ રહ્યા રેમડેસિવિરના કાળા બજારિયા, પોલીસે છટકું ગોઠવીને ઝડપ્યા

આ રહ્યા રેમડેસિવિરના કાળા બજારિયા, પોલીસે છટકું ગોઠવીને ઝડપ્યા

Team Chabuk-Gujarat Desk: એક તરફ કોરોનાની સારવારમાં વપરાતા રેમડેસિવિર ઈન્જેક્શન માટે દર્દીઓના સગા વલખાં મારી રહ્યા છે. બીજી તરફ મોતના સોદાગરો આ ઈન્જેક્શનની કાળા બજારી કરી પોતાના ખીસ્સા ભરી રહ્યા છે. આવો જ એક કિસ્સો વડોદરામાં બન્યો છે. વડોદરામાં PCBએ એક કાળા બજારિયા ડૉક્ટર અને એક કમ્પાઉન્ડરને ઝડપી લીધા છે અને તેમની પાસેથી રેમડેસિવિર ઈન્જેક્શન જપ્ત કર્યું છે.

ડૉક્ટર, જેને આપણે ભગવાનનો દરજ્જો આપ્યો છે પરંતુ વડોદરાનો આ ડૉક્ટર યમદૂત છે. કારણ કે તે મોતનો ધંધો કરી રહ્યો હતો. દર્દીઓનો જીવ બચાવવા માટે હાલ રેમડેસિવિર ઈન્જેક્શન દર્દી માટે જીવનરક્ષક સાબિત થઈ રહ્યા છે અને આ ડોક્ટર તેનો લાજ, શરમ, ફરજ અને સંસ્કારને નેવે મુકીને ઈન્જેક્શનના સોદા કરી રહ્યો હતો.

મોતના સોદાગરનું નામ પણ જાણી લો

રેમડેસિવિરનો સોદો કરનારા ડૉક્ટરનું નામ છે ધીરેન દલસુખ નાગોરા. જે વડોદરાના ખોડિયારનગર, વાસિયા રિંગ રોડ પર રહે છે. પોલીસે જ્યારે તેની પૂછપરછ કરી તો તેણે  પોલીસને જણાવ્યું હતું  કે તેની પાસે ઈન્જેક્શન ખરીદી કરવાનું પ્રિસ્ક્રીપ્શન અને વેચાણ કરવાનું લાયસન્સ કે પરમીટ પણ ન હતી. તેણે કબૂલ્યું કે ઈન્જેક્શનની મૂળ કિંમત 2 હજાર 500 રૂપિયા છે પરંતુ તે 7 હજાર રૂપિયામાં એક ઈન્જેક્શન વેચી રહ્યો હતો. આમ એક ઈન્જેક્શને ધીરેન 5 હજાર રૂપિયા કમાઈ રહ્યો હતો. જો કે, હવે આ લાલચુ ડૉક્ટર પોલીસની પકડમાં આવી ગયો છે.

બીજો વ્યક્તિ કોણ છે ?

ડોક્ટરની વધુ પૂછપરછમાં સામે આવ્યું હતું કે, વડોદરાની મુસ્લીમ મેડિકલ સેન્ટરમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો રાહુલ નામનો શખ્સ પણ ઈન્જેક્શનની કાળા બજારી કરી રહ્યો છે. પોલીસે પહેલાં ડોક્ટરની અટકાયત કરી હતી ત્યારબાદ ખરાઈ માટે ડોક્ટર પાસે જ રાહુલને ફોન કરાવી છટકું ગોઠવ્યું હતું. જેમાં કોવીફોરનું એક ઈન્જેક્શન 9 હજાર રૂપિયામાં આપવા તે સહમત થયો હતો. ત્યારબાદ આયુર્વૈદિક ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી પોલીસે તેને રંગે હાથ ઝડપી લીધ હતો.

ડૉક્ટરને પણ છટકુ ગોઠવી ઝડપ્યો હતો

પોલીસની ટીમે ડોક્ટરને ફોન કરીને ઈન્જેક્શન અંગ પૂછ્યું હતું. ત્યારબાદ ડોક્ટરે તેમને ગ્રાહક સમજીને ઈન્જેક્શનન લેવા માટે શહેરના રાવપુરા ટાવર પાસે બોલાવ્યા હતા. જ્યાં પોલીસે ડોક્ટરને રંગે હાથ ઝડપી લીધો હતો.પોલીસે આરોપી ડોક્ટર પાસેથી બે મોબાઈલ અને ઈન્જેક્શનના સ્વીકારેલા રૂપિયા સહિત કુલ 62 હજાર 500થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જો કે, ડોક્ટર પાસેથી વધુ ઈન્જેક્શન મળ્યા ન હતા.

તપાસમાં ડોક્ટરે એક ટોસિલીઝુમેબનું ઈન્જેક્શન પણ વેચ્યું હોવાનો ખુલાસો થયો હતો. દર્દીના સગાને તેણે 43 હજાર રૂપિયામાં ઈન્જેક્શન આપ્યું હોવાનું કબુલ્યું હતું. ઈન્જેક્શન તેણે કૃણાલ નામના શખ્સ પાસેથી લીધુ હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે ડોક્ટર અને કૃણાલ નામના શખ્સ વિરૂદ્ધ ડ્રગ્સ અને કોસ્મેટિક્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી છે.

બીજી તરફ પોલીસે કમ્પાઉન્ડર તરીકે કામ કરતાં આરોપી પાસેથી મોબાઈલ, બાઈક અને ઈન્જેક્શન સહિત કુલ 59 હજાર 500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. હાલ આ કેસમાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. તપાસમાં વધુ કેટલાક કાળા બજારિયાઓ ખુલ્લા પડે તેવી શક્યતા છે

તાજેતાજો ઘણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments