Team Chabuk-Gujarat Desk: વલસાડમાંથી બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ કપડા વેચવાનું કૌભાંડ ઝડપાયું છે. વલસાડ (valsad) શહેરમાં સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ (CID Crime) દ્વારા રામવાડી (ramvadi) વિસ્તારમાં આવેલી એક હોલસેલ વેપારીની દુકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. અંકિત એમ્પોરિયમ નામની દુકાનમાં 4 બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ કપડા (duplicate clothes) વેચતા હોવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં સીઆઈડી ક્રાઈમ બ્રાંચ દ્વારા 3463 નંગ ડુપ્લીકેટ કપડા મળી કુલ 27.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બે દુકાનના સંચાલકની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. મોડી રાત સુધી ક્રાઈમ બ્રાંચે આ દુકાનમાં તપાસ ચાલુ રાખી હતી.
વલસાડ શહેરમાં આવેલા રામવાડી વિસ્તારમાં અંકિત એમ્પોરિયમ નામની દુકાનમાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ ટ્રેક અને ટીશર્ટનું વેચાણ કરાતું હોવાથી કંપનીના અધિકારીઓ અને સીઆઈડી ક્રાઈમ બ્રાંચે દુકાનમાં દરોડા પાડ્યા હતા. તપાસમાં કુલ 27.90 લાખની કિંમતના 3463 નંગ કપડાંનો જથ્થો ઝડપી લેવાયો છે.
દિલ્હી નાઈકી સહિત અલગ અલગ બ્રાન્ડના ડુપ્લીકેટ કપડાંનું વેચાલ વલસાડના રામવાડી વિસ્તારમાં થઈ રહ્યું હોવાની જાણકારી કંપનીના અધિકારીઓને મળી હતી. જેથી સીઆઈડી ક્રાઈમ બ્રાંચમી ટીમે કંપનીના અધિકારીઓને સાથે રાખીને રામવાડી વિસ્તારમાં પંચવટી એપાર્ટમેન્ટમાં આવેલી અંકિત એમ્પોરિયમ નામની દુકાનમાં મોડી રાત સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં 3463 નંગ કપડાં, 2 મોબાઈલ અને 33,270 રોકડ મળી કુલ 27.90 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અંકિત એમ્પોરિયમના સંચાલક અભિષેક ડાંગર અને અંકિત ખંડોરની ધરપકડ કરી લેવામાં આવી છે.
પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે અંકિત એમ્પોરિયમમાં નાઈકી સહિતના અલગ અલગ બ્રાન્ડના લોગોનો ઉપયોગ કરીને સ્પોર્ટ્સ ટીશર્ટ અને ટ્રેકનું હોલસેલમાં અને છૂટક વેચાણ ઘણા સમયથી થઈ રહ્યું હતું. આ અંગેની જાણકારી કંપનીના અધિકારીઓને મળી હતી. જેથી અધિકારીઓએ સીઆઈડી ક્રાઈમ બ્રાંચને જાણ કરતાં અંકિત એમ્પોરિયમમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં દુકાન અને ગોડાઉનમાંથી અલગ અલગ બ્રાન્ડના લોકો સાથેના કપડાં હાથ લાગ્યા હતા. સીઆઈડી ક્રાઈમે મુદ્દામાલ કબજે કરી ગોડાઉનને સીલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત