HomeસિનેમાવાદVIDEO: અભિનેત્રીએ નિર્વસ્ત્ર થઈ ઈન્સ્ટાગ્રામ LIVE કર્યું અને પૂછ્યું, ‘શું આ પોર્ન...

VIDEO: અભિનેત્રીએ નિર્વસ્ત્ર થઈ ઈન્સ્ટાગ્રામ LIVE કર્યું અને પૂછ્યું, ‘શું આ પોર્ન છે?’

Team Chabuk-Cinema Desk: અશ્લીલ વીડિયો મામલે રાજ કુન્દ્રાના કેસ બાદ હવે અભિનેત્રી ગેહના વશિષ્ઢના નામની ભારે ચર્ચા થઈ રહી છે. ગેહનાએ રાજ કુન્દ્રાનો સપોર્ટ કર્યો હતો અને ત્યાં સુધી કહી દીધું હતું કે તેઓ પોર્ન નહીં પણ ઈરોટિક ફિલ્મો બનાવતા હતા. ગેહના પોતાની આ વાતને સમજાવવા અને રાજ કુન્દ્રાને ટેકો આપવા માટે ઈન્સ્ટાગ્રામ પર ન્યૂડ લાઈવ કર્યું હતું.

ગેહનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ગેહનાએ ખૂદ કબૂલ્યું છે કે તેણે એક પણ કપડાં પહેર્યા નથી. તેણે ઈન્સ્ટામાં જોડાનારા યુઝર્સને પૂછ્યું હતું કે, શું હું વલ્ગર લાગી રહી છું? શું તમને લાગે છે કે આ પોર્ન છે?

ગેહનાએ LIVEમાં જોડાનારા યુઝર્સને કહ્યું હતું કે, ‘હું તમારા સૌની સામે લાઈવ બેઠી છું. મને કહો જોઈએ શું હું વલ્ગર કે ચીપ લાગી રહી છું. કોઈ જગ્યાએથી તમને એવું લાગી રહ્યું છે કે તમે આ વીડિયોને પોર્ન કેટેગરીમાં મૂકી શકો. વિશ્વાસ કરો મેં કંઈ પણ પહેરેલું નથી. તોપણ તમે તેને પોર્નની કેટેગરીમાં કાઉન્ટ નથી કરી રહ્યા. આ વાત તો ખોટી છે. તમામ લોકો કહી રહ્યા છે કે પોર્ન શૂટ કર્યું અને હમણાં તો મેં કંઈ પહેર્યું જ નથી.’

આ વીડિયોની સાથે ગેહના વશિષ્ઠે કેપ્શનમાં  લખ્યું છે કે, ‘ન્યૂડ લાઈવ. હું આ વીડિયોમાં વસ્ત્રો પહેર્યા વિના લાઈવ છું, પણ કોઈ આને પોર્ન નથી કહી રહ્યું.’

જોકે કેટલાક યુઝર્સ ગેહના વશિષ્ઠને એ પૂછી રહ્યા હતા કે આખરે તે કહેવા શું માગે છે? ઉલ્લેખનીય છે કે અશ્લીલ વીડિયોના કેસમાં હવે ગેહના વશિષ્ઠની ઉપર આ કેસનો ગાળિયો કસાયો છે. તે સતત પોતાનો બચાવ કરી રહી છે. થોડા સમય પહેલા જ ગેહના જામીન પર બહાર આવી હતી. તેનું કહેવું હતું કે તેણે કોઈ દિવસ પોર્ન શૂટ નથી કર્યું. આ પહેલા તેણે મુંબઈ પોલીસ પર પણ ગંભીર આરોપ લગાવ્યા હતા.

ગેહનાએ જણાવ્યું હતું કે, ફેબ્રુઆરીના મહિનામાં મુંબઈ પોલીસે તેને એકતા કપૂર અને રાજ કુન્દ્રાનું નામ લેવા માટે દબાણ કર્યું હતું. ઈન્ડિયા ટુડેના ઈન્ટરવ્યૂમાં પણ અભિનેત્રીએ દાવો કરતા કહ્યું હતું કે ધરપકડથી બચવા માટે તેની પાસેથી 15 લાખ રૂપિયાની માગ કરવામાં આવી હતી. હાલ તો શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા આ કેસમાં ન્યાયિક હિરાસત હેઠળ છે. તેના પર અશ્લીલ ફિલ્મ બનાવવાનો અને ડિજીટલ એપમાં અપલોડ કરવાનો આરોપ લાગ્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments