Team Chabuk-Gujarat Desk: વલસાડ જિલ્લામાં પણ કોરોના સંક્રમણ વાયુવેગે વધી રહ્યું છે. રોજ વધી રહેલી દર્દીઓની સંખ્યાને કારણે હોસ્પિટલો હાઉસફૂલ થઈ રહી છે. દર્દીને હોસ્પિટલમાં સરળતાથી જગ્યા નથી મળતી. દર્દી અને તેમના પરિવારજનોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ સામાન્ય તાવ, શરદી જેવા લક્ષણો ધરાવતા દર્દીઓ પણ હોસ્પિટલ સુધી ધક્કા ખાઇ રહ્યા છે. જેને કારણે હોસ્પિટલોમાં ભીડ વધી રહી છે. આવા સંજોગોમાં વલસાડ જિલ્લાના આરોગ્ય વિભાગે વિશેષ અભિયાન હાથ ધર્યું છે.
‘ડોક્ટર આપના દ્વાર’
વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગે ‘ડોક્ટર આપના દ્વાર’ નામની એક સુવિધા શરૂ કરી છે. આ સુવિધા અનુસાર હવે વલસાડ જિલ્લામાં જે કોઇ વ્યક્તિને તાવ કે શરદી જેવા સામાન્ય લક્ષણો જણાય તો તાત્કાલિક તેઓ જે તે વિસ્તારના આરોગ્ય વિભાગના આપેલા નંબર પર કે ગામના તલાટી અને આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરી એપોઇન્ટમેન્ટ મેળવી શકે છે. ત્યારબાદ વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગના તબીબ સહિતની મેડિકલ ટીમ જે-તે વ્યક્તિના ઘરે પહોંચે છે અને દર્દીને જરૂરી દવા અને તબીબી માર્ગદર્શન આપે છે.
ત્રણ દિવસમાં 500થી વધુ દર્દીએ લીધો લાભ
જિલ્લામાં આરોગ્ય વિભાગે શરૂ કરેલી ડોક્ટર આપને દ્વાર નામની આ સુવિધાને શહેરીજનો આવકારી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં 500થી પણ વધુ લોકો ઘરે બેઠાં જ આરોગ્ય વિભાગની ડોક્ટર આપના દ્વાર નામની આ સેવાનો લાભ લઇ ચૂક્યા છે અને સામાન્ય લક્ષણોમાં ઘરે બેઠાં જ સારવાર મેળવી છે.
લાઈનોમાંથી મળ્યો છુટકારો
આમ વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને તેમના ઘરે જઈને જ તબીબી તપાસ માર્ગદર્શન અને જરૂરી સારવાર અને દવાઓ આપવામાં આવી રહી છે.. જેના કારણે લોકોને પણ રાહત થઇ રહી છે અને લાઈનોમાંથી પણ છુટકારો મળ્યો છે. ઘરે તપાસ દરમિયાન જો દર્દીને વધારે ગંભીર લક્ષણો જણાય તો આરોગ્ય વિભાગની ટીમ તેમને હોસ્પિટલ માટે પણ રીફર કરી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત